Sat,16 November 2024,1:51 pm
Print
header

અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયામાં ફૂટ્યો કોરોના બોંબ – Gujarat Post

ખેલાડીઓ સહિત 8 લોકો કોરોના પોઝિટિવ 

(File Photo)

અમદાવાદમાં 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે વન ડે સીરિઝ

શિખર ધવન, શ્રેયસ ઐયરના ખેલાડીઓ થયા સંક્રમિત

અમદાવાદઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ મેચની વન ડે સીરિઝ રમાશે. મેચ પહેલા જ ટીમ ઈન્ડિયામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઇ છે. ભારતીય ટીમના ઓપનર શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયસ ઐયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને આ ખેલાડીઓ સીરિઝમાંથી બહાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયાના જે સભ્યો કોરોનો સંક્રમિત થયા છે તેમાં બે સપોર્ટ સ્ટાફ પણ સામેલ છે.

કોરોના પોઝિટિવ આવેલા તમામ લોકોને કવોરન્ટાઈન કરી દેવાયા છે. જેમાં શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, ઐયરને કોરોનાની પુષ્ટિ થઈ છે, બાકીના ખેલાડીઓની સત્તાવાર પુષ્ટિ માટે બીસીસીઆઈની મેડિકલ ટીમના નિવેદનની રાહ જોવામાં આવી રહી છે. બીસીસીઆઈ કોઈ નિર્ણય લેતા પહેલા ફરી ખેલાડીઓનો કોવિડ-19 ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.

કોરોના વાયરસના કહેરને જોતાં બીસીસીઆઈએ તમામ વન ડે મેચો દર્શકો વગર રમાડવાનો નિર્ણય કર્યો છે. રોહિત શર્મા ફૂલ ટાઈમ કેપ્ટન બન્યાં બાદ ભારતીય ટીમની પહેલી વન ડે સીરિઝ છે, પરંતુ તેના પર કોરોનાનું ગ્રહણ લાગતું જોવા મળી રહ્યું છે. ઈજામાંથી મુક્ત થયા બાદ રોહિત શર્મા વાપસી કરી રહ્યો હોવાથી ક્રિકેટ રસિકોની નજર પણ તેના પર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch