Fri,15 November 2024,11:18 pm
Print
header

કર્ણાટકના બેંગ્લુરુમાં વરસાદે સર્જી તારાજી, જનજીવન થંભી ગયું, રસ્તાઓ પાણીમાં ગરકાવ- Gujaratpost

કર્ણાટકઃ રાજ્યની રાજધાની બેંગલુરુમાં વરસાદે લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં જનજીવન થંભી ગયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે અને રસ્તાઓ પર હોડીઓ ફરતી થઈ છે. સિલિકોન વેલી કહેવાતા બેંગલુરુમાં પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ છે. આ પહેલીવાર નથી જ્યારે વરસાદ અહીં આવી આફત લાવ્યો હોય. બેંગ્લોર હજુ પણ ભારે વરસાદ સાથે ઝઝૂમી રહ્યું છે, આટલું બધું વરસાદી પાણી અહીના લોકો માટે મુશ્કેલી બની જાય છે. રવિવારે રાત્રે ભારે વરસાદને કારણે બેંગલુરુમાં જ્યાં જુઓ ત્યાં પાણી હતું. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, ઘરોના ભોંયરાઓ ડૂબી ગયા હતા અને અઠવાડિયામાં આ બીજી વખત બન્યું છે. અહીંના લોકો ફરિયાદ કરે છે કે નબળી ડ્રેનેજ વ્યવસ્થા અને યોગ્ય આયોજનના અભાવે માળખાકીય સુવિધાઓના અભાવે મોટાપાયે પાણી ભરાયા છે.

હવામાન વિભાગે મંગળવારે કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 8 અને 9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. બેંગલુરુમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે અને રસ્તાઓ પર હોડીઓ ફરતી થઈ છે. સિલિકોન વેલી કહેવાતા બેંગલુરુમાં પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ છે.

IT કંપનીઓને 225 કરોડનું નુકસાન

બેંગલુરુમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. રસ્તામાં ગાડીઓ ફસાઈ ગઈ છે અને લોકોને ઓફિસ જવા માટે બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો, તો ટ્રેક્ટર એન્જિનિયરોનો સહારો બન્યા હતા. ઘણા લોકો ટ્રેક્ટર દ્વારા તેમની ઓફિસે પહોંચ્યાં હતા, બેંગલુરુમાં વરસાદને કારણે અત્યાર સુધી IT કંપનીઓને 225 કરોડનું નુકસાન થયું છે.

કર્ણાટકમાં બે દિવસથી ભારે વરસાદ
 
કર્ણાટકના તુમકુરમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. પાણીના જોરદાર પ્રવાહમાં એક વ્યક્તિ તણાઈ ગયો, ત્યારબાદ રેસ્ક્યૂ ટીમે તેની શોધ શરૂ કરી હતી. આજુબાજુના પાણીમાં લાંબા સમય સુધી શોધખોળ કરવામાં આવી, પરંતુ પાણીમાં રહેલ વ્યક્તિનો કોઈ પત્તો લાગ્યો ન હતો. નદી નાળાઓ બધે ઉભરાઈ રહ્યા છે. રસ્તાઓ પર ઉપરથી પાણી વહેવા લાગ્યું. કર્ણાટકમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch