Sat,23 November 2024,2:30 pm
Print
header

ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે

ભાવનગરઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારના પ્રચાર દરમિયાન ભગવંત માનની આંખોમાં આંસુ આવી ગયા હતા. માન ભાષણ દરમિયાન અરવિંદ કેજરીવાલ સાથેની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરી રહ્યાં હતા. માને જેલના તાળા તૂટશે, કેજરીવાલ મુક્ત થશેના નારા પણ લગાવ્યાં હતા.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ભાવનગર બેઠક પર AAPના ઉમેદવાર ઉમેશ મકવાણાના પ્રચાર માટે આવ્યાં હતા. ભાષણ આપતાં ભગવંત માને કહ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલના સાચા સૈનિક છે. આજે ઉમેશ મકવાણાએ ઉમેદવારી નોંધાવી છે. ગુજરાતમાં આજથી ક્રાંતિ શરૂ થશે. આજે બંધારણ અને લોકશાહીને બચાવવાની લડાઈ છે. તમે કેજરીવાલને અંદર કરી દીધા છે પરંતુ તેમની વિચારસરણી કેવી રીતે રોકશો ?

હવે આખા ભારતને ઝાડુ વડે સાફ કરવામાં આવશે

પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું, 'પહેલા ઘરો અને દુકાનોની સફાઈ થતી હતી, હવે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આખા ભારતને ઝાડુથી સાફ કરવામાં આવશે. આ લોકો કહેતા હતા કે દરેકના બેંક ખાતામાં 15 લાખ રૂપિયા આવી જશે, પરંતુ તે ક્યાંય આવ્યાં નથી. એક વ્યક્તિને અંદર રાખીને તેઓએ વિચાર્યું કે આખી પાર્ટીને અંદર કરી દીધી છે. અરવિંદ કેજરીવાલ એક વિચારનું નામ છે. હવે અમે આખા દેશમાં ઝાડું ચલાવીશું.

કેજરીવાલ સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે

તેમને કહ્યું કે કૃપા કરીને મારા અહીં આવવાનું સન્માન કરો. 4 જૂને પરિણામ આવે ત્યારે તેમને થવું જોઈએ કે ભાવનગરનો ટ્રેન્ડ આવી ગયો છે અને ઝાડુ આગળ વધી રહ્યું છે. આપણે ભારતને બચાવવાનું છે. દેશને બચાવવાનો છે. ગઈકાલે હું અરવિંદ કેજરીવાલને મળ્યો અને તેમણે મને ગુજરાતની જનતાનો આભાર માનવા કહ્યું કે તમે 14% વોટ આપ્યાં અને પછી AAP રાષ્ટ્રીય પાર્ટી બની ગઇ. જ્યારે હું અરવિંદ કેજરીવાલને મળ્યો ત્યારે મારી આંખોમાં આંસુ હતા. તે માણસે શું ખોટું કર્યું કે તેમને હોસ્પિટલો અને શાળાઓ સુધારી ? તેઓ અરવિંદ કેજરીવાલ સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરી રહ્યાં છે. ગુજરાતની જનતાને કહો કે આપણે બધાએ કેજરીવાલ બનવું પડશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch