Sat,16 November 2024,4:30 am
Print
header

ભરૂચ ACB એ નર્મદા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત 2 આરોપીઓને રૂ.30 હજારની લાંચ લેતા ઝડપ્યાં- Gujarat Post

(આરોપીઓની તસવીર)

  • જંગલ વિસ્તારમાં લાકડા કાપવાનો કોન્ટ્રાકટ લેતા વ્યક્તિ પાસે અરજીનો અભિપ્રાય આપવા માંગી હતી લાંચ
  • એસીબીએ લાંચનું છટકું ગોઠવી રેન્જ ઓફિસર વતી લાંચ લેનાર વ્યક્તિને ઝડપ્યો

ભરૂચઃ લાંચીયા બાબુઓ સામે એસીબી સતત કામગીરી કરી રહી છે. ભરૂચ એસીબીએ નર્મદા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત 2 આરોપીઓને રૂ.30 હજારની લાંચ મામલે ઝડપી લીધા છે. જંગલ વિસ્તારમાં લાકડા કાપવાનો કોન્ટ્રાકટ લેનારા વ્યક્તિ પાસે આરોપીઓ એ અરજીનો અભિપ્રાય આપવા રૂ.30 હજારની માંગણી કરી હતી. એસીબીએ લાંચનું છટકું ગોઠવીને રેન્જ ઓફિસર વતી  લાંચ લેનાર વ્યક્તિને ઝડપી લીધો હતો. ખાનગી વ્યક્તિએ પૈસા મળી ગયાની જાણ અધિકારીને કરી હતી ત્યારે જ તે એસીબીની ઝપેટમાં આવી ગયા હતા.

ભરૂચ એસીબીની ટીમે લાકડાનો વેપાર કરતા નિશાર રસુલ મેરને લાંચની રકમ સ્વીકારતા પકડ્યો છે. નિશારે પૈસા લીધા બાદ આરોપી રેન્જ ફોરેસ્ટ ઓફિસર પરેશ  પટેલને નાણાં સ્વીકાર્યાંની જાણ કરી હતી.

ફરિયાદીએ લાકડા કાપવાના કોન્ટ્રાકટ માટે નર્મદા જિલ્લા વન સંરક્ષક નિયામક કચેરીમાં અરજી હતી. અરજીને આધારે સ્થળ પર જઈને સર્વે કરી ઉપરની કચેરીને અભિપ્રાય મોકલવાનો હતો. આરોપીએ એક અભિપ્રાયના 15 હજાર રૂપિયા લેખે બેના રૂ.30 હજાર લાંચ માંગી હતી. આ રકમ ખાનગી વ્યક્તિ નિશાર મેરને આપવાની વાત કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીને ફરિયાદ કરી હતી. એસીબીએ લાંચનું છટકું ગોઠવીને બંને આરોપીઓને ઝડપી લીધા છે. ત્યારે તમારી પાસે પણ કોઇ સરકારી બાબુ લાંચ માંગે છે તો તેની સામે પણ તમે એસીબીમાં ફરિયાદ કરી શકો છો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch