રાજ્યભરમાં એસીબીએ સપાટો બોલાવી દીધો છે
થોડા જ દિવસમાં 20 થી વધુ સરકારી બાબુઓ ઝડપાઇ ગયા
ગુજરાત એસીબીની કામગીરી વખાણવા લાયક
ભરૂચઃ એસીબી (Anti corruption bureau) ની જુદી જુદી ટીમોએ છેલ્લા થોડા જ દિવસોમાં અનેક લાંચિયા બાબુઓને ઝડપી પાડ્યાં છે, આજે ભરૂચના દહેજમાં કસ્ટમ અધિકારી પણ એસીબીની ઝપેટમાં આવી ગયા છે. ફરિયાદી દહેજમાં આવેલા સેઝ વનમાં કંપનીઓમાં ગ્રીનફિલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો ધંધો કરતા હતા, જેમની પાસેથી અધિકારીએ રૂપિયા 40 હજારની લાંચ લીધી અને તેઓ એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.
જીઆઇડીસીમાં આવેલા સેઝ વનના ગેટમાં સિવિલ સેન્ટીંગનો સામાન લઈ જવા અને સામાન બહાર કાઢવા ગેટ પર ચેકિંગ કરાવીને પેપર પર સહી- સિક્કા કરાવવાના હતા, આ માટે કસ્ટમ ઇન્સ્પેક્ટર (Custom Inspector) મુકેશકુમાર રામજીનસિંગે 40 હજાર રૂપિયાની લાંચ માંગી હતી અને ફરિયાદીને હેરાન કર્યાં હતા.
કંટાળીને ફરિયાદીએ ભરૂચ એસીબીનો સંપર્ક કરતા એસીબીના પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.શિંદે અને તેમની ટીમ દ્વારા લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં કસ્ટમ ઇન્સ્પેક્ટર રૂપિયા 40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. હાલમાં એસીબીની તેમની વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ડેવલપમેન્ટ કમિશનરશ્રીની કચેરી, દહેજ સેઝ-૧, જિ.ભરૂચના પ્રિવેન્ટીવ ઓફીસર, વર્ગ-૩ (કસ્ટમ ઈન્સ્પેક્ટર) મુકેશકુમાર રામધીનસિંગ રૂ।.૪૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
— ACB Gujarat (@ACBGujarat) June 12, 2024
Dial 1064@sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat#ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
ઇઝરાયલી સૈનિકોએ ઘાયલ પેલેસ્ટિનિયનને જીપની આગળ બાંધીને હોસ્પિટલ લઇ ગયા, IDFએ કહ્યું- તપાસ કરશે | 2024-06-23 09:03:14
તમારા સંતાનોને સાચવજો...અમદાવાદમાં રમકડાંની આડમાં ઝડપાયેલો 3.84 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો વિદ્યાર્થીઓએ મંગાવ્યો હતો | 2024-06-22 21:33:28
DRI એ ડ્રગ્સની 30 કરોડ રૂપિયાની ટેબ્લેટ જપ્ત કરી, જાણો વધુ વિગતો | 2024-06-22 21:15:45
રાહુલ ગાંધીએ રાજકોટના પીડિતો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી, કહ્યું કોંગ્રેસ તમારી સાથે છે, ન્યાય અપાવીશું | 2024-06-22 20:34:54
કચ્છના દરિયા કિનારેથી વધુ 10 પેકેટ ડ્રગ્સ મળ્યું, અત્યાર સુધી અંદાજે 90 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું | 2024-06-22 20:07:07
કુવૈત પોલીસે ગુજરાતના 10 લોકોની કરી અટકાયત, જાણો- શું છે મામલો | 2024-06-22 09:34:02
ચોમાસું આગળ વધ્યું, આવતીકાલથી રાજ્યમાં ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી- Gujarat Post | 2024-06-22 09:17:48
સુરતઃ રિસામણે ગયેલી પત્નીને પરત ન મોકલનારા સાળાને મોતને ઘાટ ઉતારવા બનેવીએ ઘડ્યો એવો પ્લાન કે.. Gujarat Post | 2024-06-22 09:06:51
સુરતના કતારગામના સિંગણપોર સ્વીમિંગ પુલમાં દારૂની મહેફીલ, વીડિયો થયો વાયરલ- Gujarat Post | 2024-06-21 10:47:34
ACB માં સુરતના બે કોર્પોરેટરો સામે 10 લાખ રૂપિયાની લાંચ માંગવાની ફરિયાદ, જાણો વધુ વિગતો | 2024-06-19 14:45:53
જાણો કોણ છે દર્શન નાયક...? જેમને સુરતનું રૂ.2000 કરોડનું જમીન કૌભાંડ ઉજાગર કરીને IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરાવ્યાં | 2024-06-17 13:49:22
બેફામ અધિકારીઓ....સંકલન સમિતિની બેઠકમાં સુરતના ધારાસભ્ય લાલઘૂમ, કહ્યું- માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ | 2024-06-17 10:43:58
ACB ની બાયડના જીતપુર ગામમાં ટ્રેપ, સામૂહિક આરોગ્ય કેન્દ્રના હેડ ક્લાર્ક આટલી લાંચ લેતા ઝડપાયા | 2024-06-20 20:56:32
આખરે પોલીસે ફરિયાદ દાખલ કરી...કપડવંજમાં કોન્ટ્રાક્ટરને આત્મહત્યા માટે મજબૂર કરનારા અધિકારીઓ સહિત ત્રણ સામે ગુનો દાખલ થયો | 2024-06-20 11:10:44
જૂનાગઢના સાંસદની ભાજપના નેતાઓને જ ધમકી...મને 5 વર્ષ નડ્યાં છે તેમને હું છોડવાનો નથી | 2024-06-20 10:38:29
મહેસાણામાં હોમિયોપેથી ડોક્ટરે MBBS કરવા રૂ.16.32 લાખની ફી ભરી અને તેમને મળી નકલી ડીગ્રી | 2024-06-19 18:41:36