Sun,17 November 2024,6:56 am
Print
header

ભરૂચમાં ભારે વરસાદથી ભયાનક સ્થિતિ, અનેક વાહનો તણાયા- લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યાં

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી લોકોની મુશ્કેલીઓ વધી 

ભરૂચ: રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ડાંગ જિલ્લામાં 11 ઈંચ, સુરત જિલ્લાના ઉમરપાડામાં 9 અને વલસાડ જિલ્લાના કપરાડામાં 7 ઈંચ વરસાદ નોંધાતા ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ છે, ભરૂચમાં 7 ઈંચ વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદથી અનેક વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યાં છે.

ભરૂચ-અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલા સંજય નગરમાં સ્થાનિકોના ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતાં લોકોની હાલત કફોડી બની છે,દોઢ ફૂટ જેટલા પાણી ઘરોમાં ભરાતાં ઘર સામાન પાણીમાં તરવા લાગ્યો હતો, ગુલાબ વાવાઝોડાની અસરને પગલે અનેક વિસ્તારોમા વરસાદ પડી રહ્યો છે. ભરૂચમાં કાલે રાતથી અત્યાર સુધી પડેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. અનેક જગ્યાએ વાહનો પણ પાણીમાં તણાયા હોવાની માહિતી મળી છે.

ભરૂચમાં 7 ઇંચ અને હાંસોટમાં 6.5 વરસાદ ખાબક્યો છે, અંકલેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદને પગલે ભરૂચ શહેરના ફુરજા, ડભોઈયાવાડ, સેવાશ્રમ રોડ, કસક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch