Sun,17 November 2024,11:55 pm
Print
header

ભરૂચઃ કોવિડ કેર સેન્ટરમાં મધરાતે લાગી ભીષણ આગ, 12 દર્દીઓ સહિત 16 ના મોત

ભરૂચઃ કોરોનાકાળમાં કોવિડ કેર સેન્ટરમાં આગ લાગવાની ઘટના સમયાંતરે બનતી રહે છે. શુક્રવારે મધરાતે ભરૂચમાં આવેલા કોવિડ કેર સેન્ટમાં આગ લાગી હતી. જેમાં 12 દર્દીઓ સહિત 16 લોકોના મોત થઇ ગયા છે.

ભરૂચના બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવાર મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ICU સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા અફરા તફરીની માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 12 દર્દીઓ અને સ્ટાફકર્મી સહિત 16 લોકોના મૃત્યુ થયા હોવાના એહવાલ છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, પોલીસે કહ્યું કે,પટેલ કોવિડ કેર સેન્ટરમાં મધરાતે 12.30 કલાકે આગ લાગી હતી. પ્રાથમિક માહિતી અનુસાર 16 લોકોના મોત થયા છે. સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓને નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ઘટનાની વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch