ભાવનગરઃ ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે અવાર નવાર દારૂનો મસમોટો જથ્થો ઝડપાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભાવનગરના નજીકથી રૂ. 35.47 લાખના દારૂ ભરેલાં ટ્રક સાથે ડ્રાઈવરને ઊંઘતો ઝડપી પાડયો હતો. ઝડપાયેલાં ડ્રાઈવરે પોલીસ પૂછપરછમાં અનેક રહસ્ય ઘટસ્ફોટ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઈવરે જણાવ્યું કે, હોટેલ પાસે તે ટ્રકને પાર્ક કરીને સુતો હતો. ત્યાં થોડી જ ક્ષણોમાં પોલીસ ત્રાટકી હતી. ટ્રકની તપાસમાં સફરજનના જ્યુસ ભરેલાં જથ્થાની વાતને બદલે દારૂનો જથ્થો નીકળ્યો હતો. જો કે ટ્રકમાં દારૂનો જથ્થો હોવા અંગે ડ્રાઈવર ખુદ અજાણ હોવાનો તેણે પોલીસ પૂછપરછમાં દાવો કર્યો હતો. જયુસના નામે દારૂની ખેપ મંગાવનાર વરતેજના બે શખ્સો, દારૂ મોકલનાર, ટ્રક માલિક અને ડ્રાઈવર સહિત સાત શખ્સો સામે વરતેજ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
એસએમસીએ વિદેશી દારૂની નાની-મોટી 19,356 બોટલો કે જેની કિ.રૂ.35,47,200, એક ટ્રક, બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.55.57 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક બળવંતસિંઘ દિલબાગસિંઘ જાંગરાને ઝડપી લીધો હતો. ઝડપાયેલા ડ્રાઈવરની પૂછપરછ હાથ કરતા કાલુનીલ ભાંખોથરા (રહે, જયપુર,રાજસ્થાન) અને અનિલ જગદીશ પંડયા (ફતેપુર,,રાજસ્થાન) નામના શખ્સોએ મળી હરિયાણાના અંબાલા ખાતેથી દારૂનો જથ્થો ભરી વરતેજના બે બુટલેગર સંજયસિંહ ઉર્ફે ભાણુભા સહદેવસિંહ સરવૈયા અને કુમારસિંહ ઉર્ફે દિગપાલસિંહ મહાવીરસિંહ સરવૈયાને પહોંચાડવા કહ્યું હતું. પરંતુ બુટલેગરો સુધી દારૂ પહોંચે તે પૂર્વે જ વરતેજથી નજીક તે દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમદાવાદ જળબંબાકાર, કલાકોમાં પડેલા વરસાદથી રસ્તાઓ પર ભરાયા પાણી | 2024-06-30 15:32:33
સ્ટેટ GST વિભાગમાં બદલી-બઢતીના ઓર્ડર થયા, અનેક અધિકારીઓ-કર્મચારીઓની બદલી | 2024-06-30 13:03:16
T- 20 વર્લ્ડકપની ભવ્ય જીત સાથે ભારતીય ટીમમાંથી દ્રવિડની પણ વિદાય, બન્યાં ભાવુક | 2024-06-30 09:41:17
રાજ્યમાં ચોમાસાએ કરી જમાવટ, 24 કલાકમાં 191 તાલુકાઓમાં થઈ મેઘમહેર- Gujarat Post | 2024-06-30 09:39:11
સમગ્ર રાજ્યમાં મેઘો બોલાવશે ધબધબાટી, આ જીલ્લાઓમાં આજે વરસાદની આગાહી | 2024-06-30 09:37:04
ચાર મુખ્યમંત્રીઓ સાથે કામ કરનારા કે.કૈલાશનાથની ગુજરાત સરકારમાંથી વિદાય, CM ના નવા મુખ્ય અગ્ર સવિચના નામ પર ચર્ચાઓ તેજ | 2024-06-29 18:52:17
રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકાઓમાં વરસાદ, નવસારી અને પલસાણામાં 4 ઈંચથી વધુ વરસાદ- Gujarat Post | 2024-06-29 10:17:39
NEET પેપર લીક રેકેટમાં વધુ નવા નામો ખુલી શકે છે, જાણો વધુ વિગતો | 2024-06-29 08:31:05
જામનગરઃ માતાએ ઠપકો આપતાં 9 વર્ષના પુત્રએ ગળેફાંસો ખાઈ લીધો, 4 દિવસ પહેલા બાળકે પાડોશમાં જોઈ હતી આવી ઘટના | 2024-06-29 07:51:59