Thu,19 September 2024,6:27 am
Print
header

ભૂપેન્દ્ર પટેલ સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, ખેડૂતોની ખરાઈ ચકાસણીમાં હવે આ તારીખ પછીના જ રેકોર્ડ ધ્યાનમાં લેવાશે

(Photo: @Bhupendrapbjp)

Gandhinagar News: ભૂપેન્દ્ર પટેલ સરકારને 3 વર્ષ પૂરા થવા પર એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, ખેતીની જમીન વેચાણની નોંધ દાખલ અને પ્રમાણિત કરવાની કાર્યવાહી અંતર્ગત આ નિર્ણય લેવાયો છે. જેનાથી જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ મળશે. મહેસૂલ વિભાગે જાહેરાત કરી છે કે ખેડૂત ખરાઈ માટે હવે 6 એપ્રિલ 1995થી જ મહેસૂલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે.

ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરવાની પ્રક્રિયા આકરી હતી. જેમાં ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52 થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો. વિવિધ કારણોસર આ પુરાવાઓ મળતા ન હોવાથી વેચાણ નોંધો અને બિનખેતી અરજીઓ નામંજૂર કરવામાં આવતી હતી. હવે 6 એપ્રિલ 1995 થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે.

ખેડૂત ખરાઈ માટેની પ્રક્રિયામાં અનેક તકલીફો પડતી હતી. પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ, તેમજ વડીલો અને હાલ ખરીદ કરનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ મળતા ન હતા. જે અંગે મુખ્યમંત્રીને રજૂઆતો કરાઈ હતી. જેથી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે. જો કે હાલમાં જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લીટીગેશન કે તપાસ પડતર છે, તેવા કિસ્સાઓમાં આ જોગવાઈઓ લાગુ પડશે નહીં.

જો કે, આવી ખેતીની જમીનના હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂતે પોતે ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામુ નિયત નમુનામાં રજૂ કરવાનું રહેશે, બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે, ત્યારે માત્ર ખેડૂત ખરાઈ માટે 6 એપ્રિલ 1995 પછીનો જ રેકર્ડ ધ્યાને લેવાશે. અને ટાઈટલ અંગે વિસંગતતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાપાત્ર રહેશે તેનું સોગંધનામું પણ કરવાનું રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અનેક ખેડૂતોને ફાયદો થશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch