Tue,17 September 2024,1:55 am
Print
header

બિહારના હાજીપુરમાં 8 કાવડિયાઓનાં મોત, ડીજે હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતા દુર્ઘટના

બિહારઃ હાજીપુરમાં જલાભિષેક કરવા જઈ રહેલા ભક્તોનું વાહન હાઈ ટેન્શન વાયર સાથે સંપર્કમાં આવતા વીજ કરંટ લાગ્યો હતો. જેમાં 8  કાવડિયાઓના મોત થયા હતા. ગ્રામજનોએ આ ઘટના માટે વીજ વિભાગ પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો અને જ્યારે એસડીએમ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યાં ત્યારે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.

હાજીપુર ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુરમાં આ ઘટના બની હતી. શ્રાવણ મહિનામાં ગામના કાવડિયાઓ દર સોમવારે નજીકના હરિહરનાથ મંદિરમાં જલાભિષેક કરવા જતા હોય છે. રવિવારે રાત્રે કાવડિયાઓ જલાભિષેક માટે નીકળ્યાં હતા. પ્રવાસ માટે ટ્રેક્ટર-ટ્રોલી પર ડીજેની વ્યવસ્થા કરી હતી.  

આ ગામમાં રોડ ઉબડખાબડ હોવાને કારણે ટ્રેક્ટર ટ્રોલી રોડ ઉપરથી પસાર થતી હાઇ ટેન્શન લાઇન સાથે અથડાઇ હતી. વીજ કરંટને કારણે ટ્રોલી પર સવાર કાવડિયાઓ દાઝી ગયા અને અરાજકતા દરમિયાન ઘણા લોકોને વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે 8 કાવડિયાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા.

આ દુર્ઘટનાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં પોલીસ જવાનો સાથે એસડીએમ અહીં પહોંચ્યાં હતા, સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વીજ વિભાગની બેદરકારી અકસ્માતનું કારણ બની છે અને અકસ્માત બાદ સતત માહિતી આપવા છતાં વીજ વિભાગે કોઈ પગલાં લીધાં નથી કે સમયસર વીજળી કાપવામાં આવી નથી. પોલીસ અને વહીવટી અધિકારીઓના આગમન બાદ પણ મોડી રાત સુધી મૃતકોના મૃતદેહ ઘટનાસ્થળે જ પડ્યા હતા.

ગામના રહેવાસીઓના જણાવ્યાં અનુસાર આ ઘટના બન્યાં બાદ અમે વિસ્તારના ઈલેક્ટ્રીશિયનોને ફોન કર્યો, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. અમે વાત કરી તો તેણે પોલીસને જણાવવાનું કહ્યું હતું.  SPએ જણાવ્યું કે આ લોકો ડીજે સાથે બાબા ધામ જઈ રહ્યાં હતા. જે 11 હજાર હાઈ ટેન્શન વાયરની ચપેટમાં આવી ગયા હતા, જેમાં 8 લોકોનાં મોત થયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch