Fri,15 November 2024,8:03 am
Print
header

બિહારના મોતીહારીમાં લઠ્ઠાકાંડ, 22 લોકોનાં મોત- Gujarat Post

પટનાઃ બિહારના મોતીહારીમાં લઠ્ઠાકાંડ થયો છે. જેમાં 22 લોકોનાં મોત થયા છે. 40થી વધુ લોકો ગંભીર રીતે બિમાર પડ્યાં છે. આ તમામે ઝેરી દારૂ પીધો હોવાની આશંકા છે. ઘટનાને ગંભીરતાથી લેતા જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ જોરવાલે તપાસના આદેશ આપ્યાં છે. આરોગ્ય વિભાગની ટીમને સંબંધિત ગામોમાં મોકલવામાં આવી છે. દારૂના સેવનના મામલાની તપાસ માટે પ્રોડક્ટ સુપરિન્ટેન્ડેન્ટના નેતૃત્વમાં એક ટીમની રચના કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન તુર્કૌલિયામાં ચાર, સુગૌલીમાં પાંચ, પહાડપુરમાં બે અને હરસિદ્ધિમાં ત્રણ લોકો શંકાસ્પદ સંજોગોમાં મૃત્યું પામ્યા છે.

શુક્રવારે સાંજે અચાનક પ્રથમ ઘટના તુર્કૌલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મીપુરમાં બની હતી. રામેશ્વર રામ ઉર્ફે જટા રામનું બૈરિયા બજારમાં સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં મૃત્યું થયું હતું. તેમના જ ગામના ધ્રુવ પાસવાનનું મોત મોતિહારીની ખાનગી હોસ્પિટલમાં, જ્યારે અશોક પાસવાન અને છોટુ પાસવાનનું મુઝફ્ફરપુરની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મૃત્યું થયું હતું.

મૃત્યું પામેલા લોકોના સંબંધીઓનું કહેવું છે કે આ લોકોએ મેદાનમાં દારૂની મહેફિલ જમાવી હતી.રાત્રે સૂઈ ગયા બાદ સવારે તબિયત બગડી અને એક પછી એક 22 લોકોનાં મોત થઇ ગયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch