Tue,17 September 2024,1:42 am
Print
header

બિહારઃ જહાનાબાદના વણાવર સિદ્ધેશ્વર ધામમાં નાસભાગ, 7 લોકોનાં મોત, અનેક ઘાયલ

બિહારઃ જહાનાબાદ જિલ્લામાંથી શ્રાવણના ચોથા સોમવારે એક મોટી અને દર્દનાક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યાં છે. શ્રદ્ધાળુઓમાં નાસભાગ થતા 7 લોકોનાં મોત થયા છે. વણાવર સિદ્ધેશ્વર ધામમાં ભક્તોની ભીડ વચ્ચે આ ઘટના બની હતી. જલાભિષેક કરવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. ડઝનબંધ ભક્તો વણાવર પર્વત પર પાતાળગંગાથી જતી સીડીઓ પર ચઢી અને નીચે ઉતરી રહ્યાં હતા.મંદિર પાસેની સીડી પર કંવરીયાઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.

થોડી જ વારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. મંદિર પાસે હાજર પોલીસકર્મીઓએ સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અચાનક નાસભાગ મચી ગઈ હતી અને અંધારામાં લોકો એકબીજાને કચડીને ભાગવા લાગ્યાં હતા. પોલીસ સ્થિતિને કાબૂમાં લઈ શકે ત્યાં સુધીમાં છ મહિલાઓ સહિત સાત શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ અકસ્માત સોમવારે સૂર્યોદય પહેલા થયો હતો. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. મંદિર વિસ્તારમાં તૈનાત પોલીસકર્મીઓ અને સ્વયંસેવકોની મદદથી રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યાં છે.

ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યાં

દુર્ઘટના બાદ ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ મૃતકો અને ઘાયલ લોકોના પરિવારજનોને મળીને પૂછપરછ કરી રહ્યાં છે. મૃત્યું પામેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. આ પછી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે. ઘાયલો સદર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસ પ્રશાસન પર ગંભીર આરોપો

આ દરમિયાન લોકોનું કહેવું છે કે સાતથી વધુ લોકોનાં મોત થયા છે. જહાનાબાદ સદર હોસ્પિટલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી બગડી છે.  જહાનાબાદ ટેકરી પર પણ વહીવટીતંત્ર દ્વારા નક્કર વ્યવસ્થા કરવામાં આવી નથી. માત્ર ચાર-પાંચ પોલીસ એક બાજુ ઊભા હતા, જેથી  ભક્તો મન ફાવે તેમ વર્તન કરતા હતા.

તેઓ ધક્કા મારીને આગળ વધી રહ્યાં હતા. રસ્તો બે બાજુથી ખુલ્લો હોવાથી ઉપરના ભાગે ઘણી ભીડ હતી. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. મખદુમપુરના રહેવાસીના પરિવારની 20 વર્ષની નિશા કુમારીનું મોત થયું છે. કારમાં એક લાશ પડી છે. જે 35 વર્ષના યુવકની લાશ છે. જો કાયદો અને વ્યવસ્થા સુવ્યવસ્થિત હોત તો 35 વર્ષના યુવકનું મોત ન થયું હોત, માસૂમ બાળકની માતાનું મોત થયું છે. તે રડી રહ્યો છે. એમ્બ્યુલન્સમાં ચાર લોકોના મૃતદેહો ભરીને મોકલવામાં આવ્યાં છે.

સોમવારે ભીડમાં નોંધપાત્ર વધારો થયો હતો

આ મામલામાં જેડીયુ જિલ્લા અધ્યક્ષે કહ્યું કે ભીડ વધી જતા અકસ્માત થયો છે. જેમાં 7 લોકોનાં મોત થયા હતા. ઘાયલોની સારવાર ચાલી રહી છે. જહાનાબાદ સ્થિત સિદ્ધેશ્વર ધામમાં સોમવારે ભીડ નોંધપાત્ર રીતે વધી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch