Sat,21 September 2024,5:59 am
Print
header

વધુ એક વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત, બિલીમોરાનો વિદ્યાર્થી ગાંધીનગરમાં IT નો અભ્યાસ કરતો હતો

ગાંધીનગરઃ રાજ્યમાં યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યાં છે. રાજકોટ, સુરતમાં વિદ્યાર્થીઓના હાર્ટએટેકથી મોત થયા બાદ વધુ એક વિદ્યાર્થીનું આવી જ રીતે મોત થયું છે. મૂળ બીલીમોરાના અને ગાંધીનગરમાં આઈટીનો અભ્યાસ કરતાં 22 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

બીલીમોરામાં રહેતા હેમંતભાઈ મગનભાઈ ગાંધી ગણદેવીની ગડતની શાળામાં શિક્ષક છે. તેમના એકના એક 22 વર્ષીય પુત્ર આયુષે ત્રણ વર્ષ પહેલા ગાંધીનગર સ્થિત ધીરૂભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશનમાં એડમિશન લીધું હતું. 10 દિવસ પહેલા અંતિમ વર્ષ પૂર્ણ થતાં જોબ ઓફર આવી હતી. બુધવારે તેને અચાનક છાતીમાં દુખાવો થયો હતો અને એસિડિટી જેવું થયાની મિત્રોને જાણ કરતાં હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.

આ આઘાતજનક સમાચારથી ગાંધી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.એકના એક પુત્રના આકસ્મિત મોતથી પરિવાર શોકમગ્ન બની ગયો છે. કોરોના કાળબાદ વિદ્યાર્થીઓમાં હાર્ટએટેકના કિસ્સામાં વધારો થયો છે. થોડા દિવસો પહેલા જ નવસારીની એક વિદ્યાર્થીનીનું પણ હાર્ટએટેકથી કરૂણ મોત થયું હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch