Sat,16 November 2024,9:51 pm
Print
header

શહીદ બિપિન રાવત અને 12 અન્ય મૃતદેહોને લઈને જતી એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત

તમિલનાડુઃ શહીદ CDS જનરલ બિપિન રાવત તેમના પત્ની મધુલિકા રાવત અને  અન્ય 11 મૃતકોના પાર્થિવ શરીરને લઇ જઇ રહેલી એમ્બુલન્સમાંની એક એમ્બ્યુલન્સનો  અકસ્માત થયો છે. ગુરૂવારે સવારે જ મૃતકોના પાર્થિવ શરીર વેલિંગટનથી મદ્રાસ રેજિમેંટલ સેન્ટર લઇ ગયા હતા.રેજિમેંટલ સેન્ટરથી તેમના પાર્થિવ શરીરોને સુલૂર એરબેસ લઇ જવામાં આવી રહ્યાં હતા.ત્યારે કાફલામાં સામેલ એમ્બ્યુલન્સનું સંતુલન બગડી ગયું અને તેને કંટ્રોલ ગુમાવતાં પહાડ સાથે અથડાઈ હતી.

હાલ આ અકસ્માતમાં કોઇ નુકસાનની માહિતી મળી નથી.આ અકસ્માત મદ્રાસ રેજિમેંટલ સેન્ટરથી સુલૂર એરબેસના રસ્તામાં મેટ્ટૂપલયમ પાસે થયો છે. પાર્થિવ શરીરોને સુલૂર એરબેસથી દિલ્હી માટે એરલિફ્ટ કરવામાં આવ્યાં છે.

તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે થયેલા ચોપર ક્રેશમાં દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિયા રાવત અને 11 અન્ય સૈન્યકર્મીઓ, ઓફિસરો શહીદ થયા હતા.ઘટના બાદ મૃતકોની લાશ વેલિંગટન મિલિટ્રી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, ગુરૂવારે સવારે આ મૃતદેહોને સૈન્ય સન્માન સાથે મદ્રાસ રેજિમેંટલ સેન્ટર લાવવામાં આવ્યાં. રેજિમેંટર સેન્ટરમાં શ્રદ્ધાંજલી સભા બાદ આ પાર્થિવ શરીરોને દિલ્હી મોકલવામાં આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch