Sat,16 November 2024,2:25 pm
Print
header

જેલમાં જલસા.. ફટાકડા ફોડીને કેદીઓએ કરી કેદીના જન્મદિવસની ઉજવણી- Gujarat post

જેલમાંથી અવારનવાર મોબાઈલ ફોન, તમાકુ, માવા, બીડી સહિતની પ્રતિબંધિત વસ્તુ મળી આવે છે

બર્થ ડે પાર્ટીની ઉજવણીની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરવામાં આવી  

જૂનાગઢઃ ગુજરાત(Gujarat)ની જેલો (Jail) માં કેદીઓ પાસેથી મોબાઈલ ફોન, તમાકુ, ગુટખા જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે, હવે જૂનાગઢની જેલમાં જાણે કેદીઓને ખુલ્લો પરવાનો આપવામાં આવ્યો હોય તેવી ઘટના સામે આવી છે.જૂનાગઢ જેલમાં  જોરદાર જમાવટ સાથે કોઇના જન્મદિવસ (Birth Day)ની ઉજવણી કરવામાં આવી અને બર્થડે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ થયો છે.

કેદીઓને જેલના અનેક નિયમોનું ચુસ્ત પાલન કરવાનું હોય છે, પરંતુ જૂનાગઢની જેલમાં કેદીઓએ ફટાકડા ફોડીને કોઇ કેદીના  જન્મદિવસની ઉજવણી કરી હતી જેલમાં ઉજવાયેલી આ બર્થ ડે પાર્ટીનો વીડિયો ગત જાન્યુઆરીનો હોવાનું કહેવાય રહ્યું છે. આ ઉજવણીમાં બર્થ ડે કેક પર ગન અને બિયર ટીન પણ જોવા મળ્યાં, એટલું જ નહીં, આ બર્થ ડે પાર્ટીની ઉજવણી માટે બહારથી પણ કેટલાક લોકો જેલની અંદર પ્રવેશ્યા હોવાની ચર્ચાઓ છે. બર્થ ડે પાર્ટીની ઉજવણીની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરવામાં આવી છે. જેમાં બેક ગ્રાઉન્ડમાં અપને ભાઈ કા બર્થ ડે અને ગુજરાતી ગીતો સંભળાઈ રહ્યાં છે.

જૂનાગઢ જેલમાંથી અવારનવાર મોબાઈલ ફોન, તમાકુ, માવા, બીડી સહિતની પ્રતિબંધિત વસ્તુ મળી છે, ત્યારે મોબાઈલ અને અન્ય વસ્તુઓ કેવી રીતે જેલ સુધી પહોંચી જાય છે. એ એક પ્રશ્ન છે. મોબાઈલ જેલમાં ઉપયોગ ન થાય તે માટે જામર લગાવવામાં આવે છે, તેમ છંતા નિયમોના ઘજાગરા ઉડે છે, હવે જન્મદિવસની પાર્ટીઓ પણ થઇ રહી છે જેથી જેલતંત્ર સામે મોટા સવાલ ઉભા થઇ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch