Mon,18 November 2024,11:18 am
Print
header

રાજકોટમાં મહિલા PSI અને આસિસ્ટન્ટ પ્રોફેસરની દીકરી વચ્ચે ઝપાઝપીમાં PSI ને વાગ્યા નખ, જાણો શું હતું કારણ ?

રાજકોટઃ માસ્કને લઈને નાગરિકો અને પોલીસ વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહે છે. રાજકોટમાં આ પ્રકારનો વધુ એક ઝઘડો થયો છે.મહિલા પોલીસ સ્ટેશન નજીક રિંગરોડ પર ચેકિંગ વખતે PSIએ યુવતીને રોકી હતી યુવતીએ કાર ભગાવતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને તેને પકડી પાડી હતી. ત્યારે અન્ય એક મહિલા ત્યાં પહોંચી હતી અને ક્લાસ ટુ ઓફિસર હોવાનો દાવો કરતા દાદાગીરી કરતા કહ્યું હતુ કે અમને હેરાન કરી રહ્યાં કરતા બુટલેગરોને પકડી બતાવો. આ બનાવને પગલે ટ્રાફિક જામ થયો હતો અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

રાજકોટમાં મહિલા PSI અને મહિલાની દીકરી વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઝપાઝપી દરમિયાન મહિલા PSIને ગળાના ભાગે નખ વાગતા સામાન્ય ઇજા પહોંચી હતી. મહિલા પોલીસ સ્ટેશન નજીક રિંગ રોડ પર વાહન ચેકીંગ દરમિયાન PSIએ કાર અટકાવતા આ બોલાચાલી થઈ હતી. પોલીસે કાર રોકવા કહેતા કારચાલક યુવતી ભાગી જતા પોલીસે પીછો કરી કાર અટકાવી હતી.

મહિલા અને તેની દિકરીએ પોલીસ સાથે બોલાચાલી કરી હતી. જોકે, ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવાને બદલે પોલીસે માત્ર સીટ બેલ્ટ ન પહેરવા બદલ હજાર રૂપિયાનો દંડ લઇ યુવતીને છોડી મૂકી હતી. યુવતીએ હોસ્પિટલે જાઉં છું, તેમ કહેવા છતાં પોલીસે કાર ડીટેઇન કરવાની ધમકી આપી હતી તેવો આક્ષેપ કર્યો હતો. આ મામલે મહિલા પીએસઆઇ સાચા હતા તેમ છંતા ઉચ્ચ પોલીસ અધિકારીની દખલગીરીથી દાદાગીરી કરનારાઓ સામે કોઇ યોગ્ય પગલા ભરાયા નથી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch