Sat,16 November 2024,9:29 pm
Print
header

14 વર્ષના બાળકનો જીવ ગયો, સુરતમાં મેટ્રોના કામ દરમિયાન લોખંડનો પિલર તૂટતા દુર્ઘટના- Gujarat Post

સુરતઃ મેટ્રો પ્રોજેક્ટના કામ દરમિયાન સ્ટેશન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે 14 વર્ષનો કિશોર અખ્તર શેખ મિત્રો સાથે રમતો હતો અને લોખંડનો પિલર તેના માથે પડતાં ઘટના સ્થળે જ તેનું મોત થઇ ગયું હતું. આ ઘટનાની જાણ થતા પરિવાર દોડી આવ્યો હતો. જોકે, પાલિકા અને મેટ્રો પ્રોજેક્ટની કામગીરી કરતા લોકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ળક મિત્રો સાથે ઘરની નજીકમાં જ રમવા માટે ગયો હતો. 

અખ્તર શેખ રમતા રમતા મેટ્રોના કામકાજ સ્થળે પહોંચી ગયો હતો. મૃતક બાળક ધોરણ-8 નો વિદ્યાર્થી હતો. આ ઘટના બાદ મિત્રોએ દોડીને ઘરમાં જાણ કરતા પરિવાર દોડી આવ્યો હતો. SMC અને મેટ્રોના માણસો ઘટના બનતા ફરાર થઇ ગયા હતા. બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

પરિવારજનોએ ચીમકી આપી કે ન્યાય નહીં મળે તો મેટ્રોનું કામ અટકાવવામાં આવશે. પરીવારજનોનો આરોપ છે કે  મોત માટે પાલિકા અને મેટ્રોના અધિકારીઓ જવાબદાર છે. અઠવા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને અકસ્માતની નોંધ કરી તપાસ શરૂ કરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch