Sun,17 November 2024,7:11 am
Print
header

આસામમાં હેન્ગિંગ બ્રિજ તૂટી પડતા વિદ્યાર્થીઓ નદીમાં ખાબક્યા, 30 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

દિસપુરઃ આસામમાં પુલ તૂટી પડતાં 30 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટના આસામના કરીમગંજ જિલ્લામાં બની હતી જ્યાં લટકતો પુલ તૂટી પડતાં 30 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. આ તમામ બાળકો શાળામાંથી ઘરે પરત ફરી રહ્યાં હતા રિપોર્ટ અનુસાર, આ ઘટના કરીમગંજ જિલ્લાના રતાબારી વિધાનસભા ક્ષેત્રના ચેરાગીમાં બની હતી.

વિદ્યાર્થીઓ શાળામાંથી ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે લટકતો પુલ તૂટી પડ્યો હતો. આસામની સિંગલા નદી પર બનેલો આ લટકતો પુલ ચેરાગી વિસ્તારને ગામ સાથે જોડતો એકમાત્ર પુલ છે.છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ અને સ્થાનિકો અન્ય સ્થળોએ પહોંચવા માટે આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યાં છે. સોમવારે લટકતો પુલ અચાનક તૂટી પડ્યો હતો. ચેરાગી વિદ્યાપીઠ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ આ પુલની મદદથી સિંગલા નદી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો.જો કે, ઘટનાસ્થળે દોડી આવેલા સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓને સમયસર નદીમાંથી બહાર કાઢ્યા હતા.આ ઘટનામાં 30 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.

ઘાયલ વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ગ્રામજનોએ જણાવ્યું કે લટકતો પુલ ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. એક અઠવાડિયા પહેલા ગુવાહાટીમાં પાંડુ ઘાટ પાસે બ્રહ્મપુત્રા નદીમાં ડૂબી જતાં ત્રણ છોકરાઓના મોત થયા હતા. હકીકતમાં તે સમય દરમિયાન પણ, બાળકો ટ્યૂશનનો અભ્યાસ કરીને ઘરે પરત ફરી રહ્યાં હતા, છોકરાઓ નદીમાં તરવા માટે કૂદી પડ્યા હતા, તેઓ ડૂબી ગયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch