Sat,21 September 2024,3:10 am
Print
header

બ્રિટિશ પીએમ ઋષિ સુનકે લીધી અક્ષરધામની મુલાકાત, કહ્યું હિન્દુ હોવા પર ગર્વ છે- Gujarat Post

નવી દિલ્હીઃ G-20 ના વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે રવિવારે સવારે તેમની શ્રદ્ધા માટે થોડો સમય કાઢ્યો અને દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમના પત્ની અક્ષતા મૂર્તિ પણ તેમની સાથે હતા. આ પહેલા ગઈકાલે સુનકે જી-20 સમિટમાં હાજરી આપી હતી.તેમણે અક્ષતા સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ડિનરમાં હાજરી આપી હતી અને શાકાહારી ભોજન લીધુ હતુ, દિલ્હી પહોંચ્યાં બાદ તેઓ કનોટ પ્લેસ ગયા હતા. અહીં પહોંચતા પહેલા એક ઈન્ટરવ્યુંમાં તેમણે કહ્યું કે મને હિંદુ હોવાનો ગર્વ છે. દિલ્હી પહોંચ્યાં પછી પણ તેણે આ વાતનું પુનરાવર્તન કર્યું હતુ.

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ધાર્મિક વિધિ સાથે ભગવાન સ્વામી નારાયણના દર્શન કર્યાં હતા. G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત પહોંચતા વડાપ્રધાન સુનકે કહ્યું કે તેમને હિન્દુ હોવા પર ગર્વ છે. યુકેના વડાપ્રધાન ઋષિ સુનકે જ્યારે અક્ષરધામ મંદિરમાં પૂજા કરી હતી, ત્યારે મંદિરના ડિરેક્ટર જ્યોતિન્દ્ર દવેએ કહ્યું કે તેમની પૂજા ખૂબ લાંબો સમય ચાલી. તેમની સાથે જે લોકો હતા તેઓ કહેતા હતા કે અમારી પાસે સમય ઓછો છે.તેમ છતાં તેમણે ભક્તિભાવથી પૂજા કરી. દવેએ કહ્યું કે અમે તેમને અક્ષરધામ મંદિર બતાવ્યું અને એક મોડેલ પણ આપ્યું જેથી તેઓ મંદિરને યાદ કરી શકે. તેમની સાથે તેમના પત્ની પણ હતા. જેમને અમે ભેટ પણ આપી હતી.

ઋષિ સુનક ભારતીય મૂળના હોવાથી માત્ર મીડિયા જ નહીં પરંતુ સમગ્ર દેશની નજર તેમના પર છે.તેમના પત્ની અક્ષતા ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિના પુત્રી છે. સુનક અનેક વખત ભારતની સંસ્કૃતિના વખાણ કરી ચુક્યાં છે.આવી સ્થિતિમાં તેમના ભારત પ્રવાસ દરમિયાન મીડિયા અને અન્યોની નજર તેમના પર જ હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch