Sun,08 September 2024,8:50 am
Print
header

Budget 2024: પીએમ આવાસ અંતર્ગત બનશે 3 કરોડ ઘર, ઔદ્યોગિક શ્રમિકો માટે બનાવાશે ખાસ મકાનો

Housing Sector Budget: નાણામંત્રી નિર્મલા સીતારમણે સાતમી વખત લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું.. આ દરમિયાન ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને લઈને ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. હાઉસિંગ સેક્ટર માટે પણ ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. બજેટ ભાષણમાં, તેમણે જાહેરાત કરી કે પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ત્રણ કરોડ વધારાના મકાનોની જાહેરાત કરવામાં આવી છે. ઔદ્યોગિક કામદારો માટે હોસ્ટેલ-શૈલીના આવાસની સાથે ભાડાના મકાનો બનાવવામાં આવશે. આ જાહેર-ખાનગી ભાગીદારી (PPP મોડ) દ્વારા કરવામાં આવશે.

બજેટમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે સરકાર શહેરી આવાસ માટે વ્યાજબી દરે લોન આપવા માટે વ્યાજ સબસિડી સ્કીમ લાવશે. આ સાથે, સરકાર વધુ સારી ઉપલબ્ધતા સાથે એક કાર્યક્ષમ અને પારદર્શક રેન્ટલ હાઉસિંગ માર્કેટની સ્થાપના કરશે.

નાણાંકીય વર્ષ 2023-24ના બજેટમાં નાંણામંત્રીએ લોકોને પરવડે તેવા મકાનો આપવા માટે મોટી જાહેરાત કરી હતી. પીએમ આવાસ યોજનાના બજેટમાં 66 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેનું ફંડ વધારીને 79 હજાર કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ પાછળ વાર્ષિક રૂ. 10,000 કરોડ ખર્ચવાની જાહેરાત કરવામાં આવી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch