Sat,16 November 2024,1:59 pm
Print
header

Budget: નોકરિયાત વર્ગને નિરાશા, ક્રિપ્ટોકરન્સી પર આપવો પડશે 30 ટકા ટેક્સ – Gujarat Post

RBI બ્લોક ચેઇન મારફત ડિજિટલ કરન્સી લાવશે

નવી દિલ્હીઃ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે તેમના કાર્યકાળનું ચોથું બજેટ રજૂ કર્યું. જેમાં અનેક જાહેરાતો કરવામાં આવી, પણ નોકરિયાત વર્ગને નિરાશા મળી છે. તેમના માટે કોઇ મોટી જાહેરાત નથી, સતત આઠમા વર્ષે ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો. જે બાદ સોશિયલ મીડિયા પર #incometax ટોપ-3માં ટ્રેન્ડ થઈ રહ્યું છે.

નાણામંત્રીએ બજેટ ભાષણમાં આવકવેરા છૂટને લઈ કોઈ જાહેરાત ન કરતાં નોકરિયાત વર્ગને મોટો ઝટકો લાગ્યો છે. કરદાતા સતત 8 વર્ષથી ઈન્કમ ટેક્સમાં છૂટની રાહ જોઈ રહ્યા હતા. છેલ્લે 2014માં કરદાતાને ટેક્સ છૂટ મળી હતી.. આઠ વર્ષમાં ખૂબ મોટો બદલાવ થયો છે. મોંઘવારી વધી છે, ખર્ચા વધ્યા છે, ઈંધણના ભાવ આસમાને આંબી ગયા છે તેમ છતાં સરકાર દ્વારા ટેક્સમાં કોઈ રાહત આપવામાં આવી નથી.

મોદી સરકારે 2014માં સત્તા સંભાળતી વખતે કરદાતાને રાહત આપી હતી. તે સમેય છૂટની સીમા બે લાખથી વધારીને 2.50 લાખ કરી હતી. તે સમયે નાણામંત્રી અરૂણ જેટલી હતા. વરિષ્ઠ નાગરિકો માટે છૂટની સીમા 2.50 લાખથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી હતી.

બજેટ 2020માં કેન્દ્ર સરકારે નવી ટેક્સ વ્યવસ્થા રજૂ કરી હતી. જે અંતર્ગત ટેક્સ છૂટ અને કપાતને છોડવા ઈચ્છુક લોકો માટે ટેક્સ દર ઘટાડવામાં આવ્યો હતો.

બીજી તરફ ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે. આરબીઆઇ આ વર્ષે પોતાની ડિઝિટલ કરન્સી લોંચ કરશે, છેલ્લા ઘણા સમયથી બિટકોઇન સહિતની ક્રિપ્ટો કરન્સીને લઈને મૂંઝવણ હતી કે મોદી સરકાર આ મામલે શું રણનીતિ અપનાવે છે અને હવે તેના પર નિર્ણય લેવાયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch