Fri,15 November 2024,9:32 pm
Print
header

ઉત્તરાખંડઃ પૌડી ગઢવાલમાં જાનૈયા ભરેલી બસ ખીણમાં ખાબકી, 25 લોકોનાં મોત- Gujarat Post

(ખીણમાં ખાબકેલી બસ)

બસમાં 50 જાનૈયા હતા સવાર, 21 ઘાયલ

મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું

પૌડી ગઢવાલઃ ઉત્તરાખંડમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. પૌડી ગઢવાલ જિલ્લાના બિરોનખલ વિસ્તારમાં અંદાજે 50 લોકોને લઈને જઇ રહેલી બસ ખીણમાં પડી છે.અકસ્માતમાં 25 લોકોના મોત થઇ ગયા છે. પોલીસ અને એસડીઆરએફે બચાવ કામગીરીમાં 21 લોકોને બચાવ્યાં છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે ઘટનાની પુષ્ટિ કરી છે.

જાનૈયાઓથી ભરેલી બસ કોટદ્વાર-રિખાનીખલ-બિરોંખલ રોડ પર સીમડી પાસે પૂર્વ નાયર નદીની ખીણમાં પડી હતી.અકસ્માત મંગળવારે સાંજે 7 વાગ્યે થયો હતો. પોલીસ અને એસડીઆરએફે રાતોરાત બચાવ કામગીરી હાથ ધરી હતી.

સીએમ ધામીએ ટ્વિટ કરીને જણાવ્યું કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમ ઘટના સ્થળે બચાવમાં લાગી છે.સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે "ઉત્તરાખંડનાં પૌડી ગઢવાલમાં બસ ખીણમાં પડતાં કેટલાક  લોકોનાં મોત થવાથી દુઃખ થયું છે.અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. હું પ્રાર્થના કરૂં છું કે ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થઇ જાય.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch