Fri,20 September 2024,6:11 pm
Print
header

લાખો લોનધારકો માટે રાહતના સમાચાર, નહીં વધે લોનનો હપ્તો, RBIએ રેપો રેટ રાખ્યો સ્થિર- Gujarat Post

હોમ અને ઓટો સહિતની લોનના નહીં વધે વ્યાજદરો

નવી દિલ્હીઃ લોનધારકો માટે સારા સમાચાર છે. આરબીઆઈએ રેપોર્ટમાં કોઈ બદલાવ કર્યો નથી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું, મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો સર્વસંમતિથી નિર્ણય લીધો છે., સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 6.25% અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટ 6.75%  રહેશે.

ઉપરાંત તેમણે કહ્યું વર્તમાન વર્ષ 2023-24 માટે વાસ્તવિક જીડીપી દર 7% રહેવાનો અંદાજ છે. 2024-25ના Q1 માટે વાસ્તવિક GDP દર 6.7%, Q2 માટે 6.5% અને Q3 માટે 6.4% રહેવાનો અંદાજ છે.

 

એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે સ્થાનિક માંગને કારણે ભારતીય અર્થવ્યવસ્થા સતત વિકાસ કરી રહી છે. ઇનપુટ ખર્ચમાં ઘટાડાથી ઉત્પાદન ક્ષેત્ર મજબૂત બન્યું છે. સરકારી ખર્ચને કારણે રોકાણની ગતિ વધી છે. કૃષિ ધિરાણમાં વૃદ્ધિને કારણે રિકવરી વધુ સારી રહેવાની ધારણા છે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે આરબીઆઈ મોંઘવારી દરને ચાર ટકા સુધી લાવવા માટે પ્રતિબદ્ધ છે અને દરેક શક્ય પ્રયાસ કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch