Thu,19 September 2024,9:41 pm
Print
header

Onion Price: સરકારની કોશિશ છતાં નથી ઘટી રહ્યા ડુંગળીના ભાવ, આમ આદમીની વધશે પરેશાની - Gujarat Post

ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોમાં ડુંગળીનો ભાવ રૂ. 70 – 80 પ્રતિ કિલો સુધી પહોંચ્યો

સરકારે આમ આદમીની પરેશાની જોતાં ઓછા ભાવે ડુંગળીનું વેચાણ શરૂ કર્યુ હતું

સરકાર પાસે 4.7 લાખ ટન ડુંગળીનો સ્ટોક છે

Business News: કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં ડુંગળીના ભાવ નિયંત્રણમાં આવી રહ્યા નથી. રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. છૂટક બજારમાં ડુંગળીના ભાવ હજુ પણ રૂ. 70 થી રૂ. 80 પ્રતિ કિલો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં તેની લઘુત્તમ કિંમત રૂ. 27 પ્રતિ કિલો છે. દેશભરમાં ડુંગળીની સરેરાશ કિંમત 49.98 રૂપિયા પ્રતિ કિલો છે. ગુજરાતમાં પણ ડુંગળીનો ભાવ રૂ. 80 પ્રતિ કિલો છે.

એક સપ્તાહ પહેલા સામાન્ય માણસની મુશ્કેલીને જોતા કેન્દ્ર સરકારે ઓછા ભાવે ડુંગળી વેચવાનો નિર્ણય લીધો હતો. જેમાં દિલ્હી-એનસીઆર અને મુંબઈમાં સામાન્ય લોકોને 35 રૂપિયા પ્રતિ કિલોના દરે ડુંગળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ છતાં બજારમાં ડુંગળીના ભાવમાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. રાજધાની દિલ્હીમાં છેલ્લા 10 દિવસમાં 5 થી 7 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે અન્ય રાજ્યોમાં આ વધારો 3 થી 5 રૂપિયા પ્રતિ કિલોના દરે જોવા મળ્યો છે. 31 ઓગસ્ટે ડુંગળીના ભાવ 55 રૂપિયા પ્રતિ કિલો હતા. જે 11 સપ્ટેમ્બર સુધી 58-60 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.

ડુંગળીનો વેપાર કરતા વેપારીઓનું કહેવું છે કે શ્રાવણ મહિનાને કારણે ભાવમાં થોડો ઘટાડો થયો હતો. પરંતુ હવે ડુંગળીના ભાવમાં ફરી વધારો થયો છે. વરસાદના કારણે ટ્રકોની અવરજવરને અસર થઈ છે. ટ્રકો બજારોમાં સમયસર પહોંચી શકતી નથી. તેથી આગામી દિવસોમાં તેમની કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch