Fri,15 November 2024,7:35 am
Print
header

નોટોથી ભરેલો હતો પલંગ, પૂર્વ અધિકારીના ઘરમાંથી મળ્યો નોટોનો ઢગ-Gujarat Post

(તસવીર સૌજન્યઃ એએનઆઈ)

નવી દિલ્હીઃ સીબીઆઈએ અપ્રમાણસર સંપત્તિના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી (WAPCOS) ના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીન્દર કુમાર ગુપ્તા અને તેમના પુત્ર ગૌરવના પરિષરમાંથી રૂ. 38 કરોડથી વધુની રોકડ મળી આવી છે. WAPCOS એ કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ છે, જે સંપૂર્ણ રીતે સરકારની માલિકીની છે અને જલ શક્તિ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ છે.

 

સીબીઆઈએ રાજીન્દર ગુપ્તા અને તેની પત્ની રીમા સિંઘલ, પુત્ર ગૌરવ સિંઘલ અને પુત્રવધૂ કોમલ સિંઘલ વિરુદ્ધ 1 એપ્રિલ, 2011 થી 31 માર્ચ, 2019 સુધીના પેઢીમાં તેમના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર સંપત્તિ એકત્ર કરવા બદલ કેસ નોંધ્યો છે. એફઆઈઆર બાદ, સીબીઆઈની ટીમોએ દિલ્હી, ગુરુગ્રામ, ચંદીગઢ, સોનીપત અને ગાઝિયાબાદમાં 19 સ્થળોએ સંકલિત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ચોંકાવનારી રકમ મળી આવી હતી. સીબીઆઈના પ્રવક્તાએ જણાવ્યું કે મંગળવારે સર્ચ દરમિયાન સીબીઆઈએ 20 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યાં હતા, જે બુધવાર સુધીમાં વધીને 38 કરોડ રૂપિયા થઈ ગયા હતા.

સીબીઆઈએ કહ્યું કે રોકડ ઉપરાંત મોટી માત્રામાં સોનાના ઘરેણાં, કિમતી ચીજવસ્તુઓ અને સંપત્તિના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે. અધિકારીના જણાવ્યાં અનુસાર, ભૂતપૂર્વ અમલદાર અને તેમના પરિવાર પર સેવામાંથી નિવૃત્તિ પછી દિલ્હીમાં ખાનગી સલાહકાર વ્યવસાય શરૂ કરીને કરોડો રૂપિયા ભેગા કરવાનો આરોપ છે. તેમણે કહ્યું કે આરોપીઓની કથિત સ્થાવર મિલકતોમાં દિલ્હી, ગુરુગ્રામ, પંચકુલા, સોનીપત અને ચંદીગઢમાં ફ્લેટ, કોમર્શિયલ પ્રોપર્ટી અને ફાર્મહાઉસનો સમાવેશ થાય છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch