Wed,13 November 2024,4:10 am
Print
header

ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દિલ્હી અર્બન શેલ્ટર ઇમ્પ્રૂવમેન્ટ બોર્ડ (DUSIB)ના કાયદા અધિકારી વિજય મગ્ગુને રૂ. 5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા. જ્યારે સીબીઆઈએ વિજય મગ્ગુના ઘરે દરોડા પાડ્યાં ત્યારે તેઓ ચોંકી ગયા હતા. સીબીઆઈએ વિજયના ઘરેથી 3.79 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. વિજય ઉપરાંત સીબીઆઈએ અન્ય બે લોકોની પણ અટકાયત કરી છે.

એક વ્યક્તિએ 4 નવેમ્બરે મગ્ગુ વિરુદ્ધ સીબીઆઈમાં ફરિયાદ કરી હતી, જેણે વિજય મગ્ગુ પર 5 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. સીબીઆઈએ 7 નવેમ્બરે આ મામલે બે લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેમાંથી પહેલા દુસીબના કાયદા અધિકારી વિજય મગ્ગુ, સતીશ- ખાનગી વ્યક્તિ અને અજાણી વ્યક્તિ છે. આ તમામ સામે 4 નવેમ્બરે CBIમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

મગ્ગુએ દુકાનોને સીલમાંથી મુક્ત કરવાના બદલામાં રૂ. 40 લાખ માંગ્યા હતા

ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે આરોપી લીગલ ઓફિસરે ફરિયાદી પાસેથી 40 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. બદલામાં અધિકારીએ તેમની બે દુકાનોને ડીસીલ કરશે અને કોઈપણ મુશ્કેલી વિના તેમને ચલાવવાની મંજૂરી આપશે. ફરિયાદ મળતાં જ સીબીઆઈએ અધિકારીને રંગે હાથે પકડવા માટે છટકું ગોઠવ્યું અને 7 નવેમ્બરના રોજ 5 લાખ રૂપિયાની લાંચ લેતા વિજય મગ્ગુની ધરપકડ કરી હતી.

સીબીઆઈએ વિજય મગ્ગુના રહેણાંક પરિષરમાં પણ દરોડા પાડ્યાં હતા, જેમાં તેમણે 3.79 કરોડ રૂપિયાની રોકડ અને કરોડો રૂપિયાની સંપત્તિના દસ્તાવેજો જપ્ત કર્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch