Fri,20 September 2024,5:44 am
Print
header

લોકોના કરોડો રૂપિયા ડૂબ્યાં...HPZ ટોકન એપ ફ્રોડ કેસમાં CBIએ દિલ્હી-યુપી-બિહાર સહિત 10 રાજ્યોમાં દરોડા કર્યાં

(ફાઇલ ફોટો)

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 30 સ્થળોને દેશવ્યાપી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ એપ આધારિત છેતરપિંડી રોકાણ યોજના- HPZ ટોકન એપ સંબંધિત કેસમાં ચાલી રહેલી તપાસનો એક ભાગ છે.

સીબીઆઈએ જણાવ્યું કે સર્ચમાં મોબાઈલ ફોન, કોમ્પ્યુટર હાર્ડ ડ્રાઈવ, સિમ કાર્ડ, એટીએમ/ડેબિટ કાર્ડ, ઈમેલ એકાઉન્ટ અને વિવિધ ગુનાહિત દસ્તાવેજો સહિતના મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યાં છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CBI) એ આરોપો પર બે ખાનગી કંપનીઓ અને તેમના ડિરેક્ટરો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આરોપીઓ HPZ ટોકન એપ સંબંધિત છેતરપિંડીપૂર્ણ રોકાણ યોજનામાં સામેલ હતા.

દિલ્હીથી કર્ણાટક સુધી સર્ચ ઓપરેશન

સીબીઆઈના જણાવ્યાં અનુસાર શિગુ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ અને લિલિયન ટેકનોકેબ પ્રાઈવેટ લિમિટેડ (બંને ખાનગી કંપનીઓ) અને તેમના ડિરેક્ટરો આરોપી છે. દિલ્હી, રાજસ્થાન, યુપી, બિહાર, એમપી, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

જાણો સમગ્ર મામલો શું છે ?

આ યોજનામાં ક્રિપ્ટો-કરન્સી માઇનિંગ મશીન ભાડામાં રોકાણ કરવા માટે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યાં છે. HPZ એ એપ-આધારિત ટોકન છે જે બિટકોઇન અને અન્ય ક્રિપ્ટો કરન્સી માટે માઇનિંગ મશીનોમાં રોકાણ કરીને વપરાશકર્તાઓને મોટા નફાનું વચન આપે છે. છેતરપિંડી કરનારાઓએ એવી પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો કે જેણે પીડિતોને બિટકોઇન માઇનિંગમાં તેમના રોકાણ પર મોટા વળતરના બહાના હેઠળ HPZ ટોકન એપમાં રોકાણ કરવાની લાલચ આપી હતી.

150 બેંક ખાતાનો ઉપયોગઃ CBI

સીબીઆઈના જણાવ્યાં અનુસાર, અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સાથે જોડાયેલા લગભગ 150 બેંક ખાતાઓનો ઉપયોગ રોકાણકારો પાસેથી પૈસા વસૂલવા માટે કરવામાં આવ્યો હતો. આ ભંડોળનો ઉપયોગ શરૂઆતમાં ટ્રસ્ટ બનાવવા માટે ચૂકવણી માટે કરવામાં આવતો હતો, તે પહેલાં ગેરકાયદેસર રીતે રૂપિયા ભારતની બહાર ટ્રાન્સફર કરવામાં આવતા હતા. ઘણીવાર ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરાતા હતા અને હવાલા વ્યવહારો દ્વારા ટ્રાન્સફર થતો હતો. હજુ આ આ કૌભાંડનો આંકડો કરોડોમાં જઇ શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch