Sat,16 November 2024,10:16 pm
Print
header

CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશઃ દુર્ઘટના કે કાવતરું ? IAF વડાએ લીધી ઘટના સ્થળની મુલાકાત

(File Photo)

નવી દિલ્હીઃ બુધવારે દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતનું તમિલનાડુના કુન્નુરમાં એરફોર્સ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં તેમના પત્ની અને અન્ય 11 લોકોના મોત થઇ ગયા હતા. હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા, જેમાંથી 13ના મોત થયા છે, ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આજે આઇએએફ ચીફે તમિલનાડુના ડીજીપી સી સત્યેન્દ્ર બાબુ સાથે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

આ ઘટનામાં ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પૂર્વ બ્રિગેડિયર સુધીર સાવંતે હેલિકોપ્ટર દુર્ઘટના કેસમાં કાવતરાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ અકસ્માત નથી પરંતુ કાવતરું હતું. એલટીટીના સ્લીપર સેલ તેની પાછળ હોઈ શકે છે કારણ કે જ્યાં અકસ્માત થયો છે તે વિસ્તાર એલટીટીનો જ વિસ્તાર છે. પૂર્વ બ્રિગેડિયર સુધીર સાવંતે આ ઘટનાની NIA દ્વારા તપાસની માંગ કરી છે.

દુર્ઘટના બાદ એરફોર્સે તપાસના આદેશ આપ્યા છે. હવે વાયુસેના તેના સ્તરે દુર્ઘટનાને કારણની તપાસ કરી રહી છે. જો કે આ દુર્ઘટના કેવી રીતે થઈ અને તેની પાછળ કોઈ કાવતરું છે કે કેમ તે અંગે એરફોર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી. આપને જણાવી દઈએ કે જનરલ બિપિન રાવત વેલિંગ્ટન (નીલગીરી હિલ્સ) સ્થિત ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ (DSSC) જઈ રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના બની હતી, જ્યાં તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરવાના હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch