Sat,16 November 2024,10:24 pm
Print
header

શહીદ બિપિન રાવતને લઈને જઇ રહેલા હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું, રાજનાથસિંહે સંસદમાં આપ્યું નિવેદન

નવી દિલ્હીઃ તમિલનાડુના કુન્નુરમાં એરફોર્સ હેલિકોપ્ટર Mi-17ના ક્રેશ થયા બાદ આ દુર્ઘટના કયા કારણોસર થઈ હતી તે અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે અને હવે આ અકસ્માતનું કારણ સામે આવી શકે છે. સ્થળ પરથી બ્લેક બોક્સ મળી આવ્યું છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદમાં આ અંગે નિવેદન આપ્યું છે.

રક્ષામંત્રી રાજનાથસિંહે તમિલનાડુના કુન્નુરમાં એરફોર્સના હેલિકોપ્ટર ક્રેશ પર લોકસભામાં નિવેદન આપતા કહ્યું કે જનરલ રાવત તેમના નિર્ધારિત પ્રવાસ પર હતા. બુધવારે 11.48 વાગ્યે એક Mi-17 હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. લગભગ 12:08 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલે તેનું નિયંત્રણ ગુમાવ્યું હતું. બાદમાં કેટલાક લોકોએ આ હેલિકોપ્ટરને આગમાં લપેટાયેલું જોયુ હતું. સ્થાનિક વહીવટીતંત્રની બચાવ ટીમ પહોંચી હતી. અવશેષોમાંથી બહાર કાઢવામાં આવેલા તમામ લોકોને વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. આ અકસ્માતમાં 14માંથી 13 લોકોના મોત થઇ ગયા છે. રાજનાથસિંહે બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સહિત 11 સૈન્ય અધિકારીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

રાજનાથ સિંહે રાજ્યસભામાં કહ્યું કે બિપિન રાવતે સુલુર એરબેઝ પરથી ટેકઓફ કર્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13 લોકોના મોત થયા હતા. રાજનાથ સિંહે કહ્યું કે સ્થાનિક લોકોને સૌથી પહેલા આ અંગે જાણકારી મળી. રાજનાથ સિંહે અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અધિકારીઓના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch