Fri,01 November 2024,7:07 pm
Print
header

આપ અને કેજરીવાલનો ડર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું-રેવડી કલ્ચરથી વિકાસ ન થાય- Gujaratpost

મુખ્યમંત્રીએ આમ આદમી પાર્ટીના રેવડી કલ્ચર પર આપ્યું નિવેદન

વિકાસ માટે નાણાંકિય વ્યવસ્થાને મજબૂત કરવી ખુબ જ જરૂરીઃ CM

ખેડાઃ જેમ જેમ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આપ અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ વધી રહ્યું છે. હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યાં છે. મુખ્યમંત્રીએ આમ આદમી પાર્ટીના રેવડી કલ્ચર પર કટાક્ષ કરીને કહ્યું કે રેવડી કલ્ચરથી દેશને નુકસાન થાય, ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, વિકાસ માટે નાણાકિય વ્યવસ્થાને મજબૂત કરવી ખુબ જ જરૂરી છે. રેવડી કલ્ચરથી વિકાસ થઇ શકે નહીં. જ્યારે કેજરીવાલ બધુ મફતમાં આપવાની વાતો કરે છે.

આમ આદમી પાર્ટી જે રીતે રાજ્યમાં સભાઓ ગજવી રહી છે તેને જોતા ભારતીય નજતા પાર્ટીના નેતાઓ પણ તેમના પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ પહેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે અરવિંદ કેજરીવાલની ગેરંટીઓને રેવડી કલ્ચર ગણાવ્યું હતું, હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આપ પાર્ટી પર નિશાન સાધ્યું છે.

રેવડી વિવાદ મામલે દિલ્હીના મુખ્યમંત્રીએ નિવેદન આપતા કહ્યુ હતું કે, ‘ગુજરાતમાં ભાજપના મંત્રીઓ સહિત ધારાસભ્યો વગેરેને તમામ સુવિધાઓ મળે છે ત્યારે રેવડી નહીં અને જનતાને સુવિધા આપવાની વાત આવે ત્યારે રેવડી ? તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતુ કે, ‘ભાજપ સરકારે 27 વર્ષ રાજ કર્યું, હવે તેમને બધું યાદ આવે છે. આટલા વર્ષો સુધી રાજ કર્યાં પછી હવે તેમનું અભિમાન વધી ગયું છે. હવે તો સરકાર જનતાનું પણ સાંભળતી નથી. અત્યારે તમને બધા વાયદા કરશે પરંતુ ચૂંટણી પછી કંઇ આપશે નહીં.’

નોંધનિય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડામાં કપડવંજ-કઠલાલ વિધાનસભા વિસ્તારમાં 94 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતુ, અહી તેમને ઉજ્જવલા યોજના, પીએમ આવાસ યોજના, પીએમ જનઆરોગ્ય યોજનાઓના લાભાર્થીઓને વિતરણ કર્યું હતુ. આ સમયે ભાજપના અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch