Sun,17 November 2024,7:22 pm
Print
header

ધર્માંતરણ સામે યોગી આદિત્યનાથની લાલ આંખ, દોષીતો પર લાગશે NSA અને સંપત્તિ થશે જપ્ત

લખનઉઃ ઉત્તર પ્રદેશના નોઇડામાં ધર્માંતરણને લઈને થયેલા ખુલાસા બાદ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આકરું વલણ અપનાવ્યું છે. યોગીએ એજન્સીઓ મામલાના મૂળ સુધી જાય અને જે પણ લોકો દોષી હોય તેમની સામે પગલાં લેવાનો આદેશ આપી દીધો છે. એટલું જ નહીં મુખ્યમંત્રીએ દોષીતો પર નેશનલ સિક્યુરિટી એક્ટ લગાવવા, ધર્માંતરણના મામલામાં જે પણ આરોપી છે તેમની સંપત્તિ જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.

ઉત્તર પ્રદેશમાં પોલીસે લાલચ આપીને કરાવવામાં આવતા ધર્મ પરિવર્તન રેકેટનો મોટો ખુલાસો કર્યો હતો યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ ગેંગ દ્વારા એક હજાર લોકોનું ધર્મ પરિવર્તન કરાવાયું છે આ મુદ્દે દિલ્હીથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસના કહેવા મુજબ બેરોજગાર, ગરીબ પરિવાર અને મૂકબધિર લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. 

એટીએસે બે આરોપીઓની દિલ્હીથી ધરપકડ કરી લીધી છે પોલીસે મુજબ લોકોને લાલચ આપીને જબરદસ્તીથી તેમનું ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હતું. ધર્મ પરિવર્તન માટે આઈએસઆઈના ફંડિંગનો મામલો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ધર્મ પરિવર્તન બાદ મહિલાઓના લગ્ન પણ કરાવાયા છે. આ કામ માટે એક ટોળકી કામ કરતી હતી આ લોકોનું રેકેટ અન્ય રાજ્યોમાં સક્રિય હોવાની વાત સામે આવી છે. યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યું, છેલ્લા એક વર્ષમાં 350 લોકોનું ધર્માંતરણ કરાવાયું છે નોઇડાની એક મૂકબધિર સ્કૂલના 18 બાળકોનું પણ ધર્માંતરણ કરાવાયું છે. અત્યાર સુધીમાં એક હજારથી વધારે લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી ચુક્યું છે આ સમગ્ર રેકેટ બે વર્ષથી ચાલતું હતું આ મામલે વિદેશી ફંડોના પુરાવા પણ મળ્યાં છે. તેમણે કહ્યું કે, લોકોને ડરાવી-ધમકાવી અને લાલચ આપી ધર્માતરણ કરાવવામાં આવતું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch