Mon,18 November 2024,3:56 am
Print
header

વલસાડ: બિલ્ડરનું અપહરણ અને ખંડણીનો ગુનો ઉકેલનારી પોલીસ ટીમને ઇનામ, મુખ્યમંત્રીએ રૂ.10 લાખની કરી જાહેરાત

વલસાડઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પોલીસના ઉત્સાહમાં વધારો થાય તેવો એક નિર્ણય કર્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામના એક બિલ્ડરનું અપહરણ કરીને રૂ.30 કરોડની ખંડણીની માંગણી કરનારા  તત્વોને ઝબ્બે કરીને ગુનાનો ભેદ ઉકેલનારી પોલીસ ટીમને રૂ.10 લાખનું પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત કરી છે.ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે ગૃહમાં નિયમ-116 હેઠળની આ વિષય પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામના એક બિલ્ડરનું 22મી માર્ચે 6 જેટલા ગુનાહિત તત્વોએ અપહરણ કરીને રૂ. 30 કરોડની ખંડણીની માંગણી કરી હતી. આ કિસ્સામાં ઉમરગામ પોલીસ મથકમાં દાખલ થયેલી ફરિયાદને આધારે વલસાડ જિલ્લા પોલીસ, સુરત રેન્જ, સુરત શહેર અને એટીએસના અધિકારીઓની ટીમોએ તપાસ સઘન બનાવી હતી.ગુજરાત પોલીસે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ગુનાનો ભેદ ઉકેલવા તેમજ ગુનેગારોના મૂળ સુધી જવાની જે આગવી કાર્યપદ્ધતિ વિકસાવી છે તેનો આ ગુનાની તપાસ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મળેલી માહિતીને આધારે VISWAS-પ્રોજેકટ ફેઇઝ-1 ના સી.સી.ટી.વી કેમેરા ઉપરાંત વડોદરાથી મુંબઇ સુધીના તેમજ અન્ય વિસ્તારોના મળીને 750 કિ.મી સુધીના રોડ-રેલ્વે માર્ગના 1000 ઉપરાંતના સીસીટીવી કેમેરાના ફૂટેજ આ તપાસ ટીમે ચકાસ્યા હતા. 

ગુજરાત પોલીસે અપહરણ થયેલા બિલ્ડરના ફોનના સિમકાર્ડ પર આવેલા ફોનનું પણ ટેકનીકલ એનાલીસીસ કર્યું હતું.આ બધાના આધારે સુરત રેન્જ પોલીસની તમામ ટીમો તથા એ.ટી.એસ, સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને મહારાષ્ટ્ર પોલીસના સંકલનથી આવી અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં ગુનેગારોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટેકનોલોજીના ઉપયોગ અને અપહરણ કરાયેલા બિલ્ડરને કોઇ પણ હાનિ થયા વિના અને ખંડણીનો એક પણ રૂપિયો આપ્યાં વિના સલામત રીતે છોડાવી લાવનારી સમગ્ર ટીમની સફળતા અને ફરજ પરસ્તીની પ્રસંશા તથા પ્રોત્સાહન રૂપે રૂપિયા 10 લાખનું ઇનામ આપવાની જાહેરાત ગૃહમાં કરી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch