Fri,01 November 2024,4:56 pm
Print
header

અલ્પેશ ઠાકોર રાધનપુરથી લડશે ચૂંટણી ? પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલે આપ્યાં સંકેત- Gujaratpost

ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ સક્રિય છે.પરંતુ કોંગ્રેસને ગાળો આપીને ભાજપમાં આવેલા નેતાઓને લઇને હવે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે કે શું ભાજપ આ લોકોને ટિકિટ આપશે કે નહીં ? થોડા દિવસ પહેલા ખાસ કરીને અલ્પેશ ઠાકોરે કહ્યું હતુ કે મારે તો રાધનપુરથી જ ચૂંટણી લડવાની છે, આ મામલે હવે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે તેવા સંકેત આપી દીધા છે.

અલ્પેશ ઠાકોર ચૂંટણી લડીને જીત મેળવે તેવી પાટીલે શુભકામનાઓ પાઠવી છે.પાટીલે જણાવ્યું કે, 'અલ્પેશભાઈ અમારા આગેવાન છે, તેઓ ચૂંટણી લડીને વિજયી બને તેવી  શુભેચ્છાઓ આપીએ છીએ. દરેક નેતાઓ પોતાના મત વિસ્તારમાં તૈયારીઓ કરતા હોય છે. તેમણે એમ પણ જણાવ્યું કે,ટિકિટ આપવાનો નિર્ણય હાઈકમાન્ડનો જ હશે.

અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં યોજાયેલા બનાસ ડેરીની મહિલા જાગૃતિ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 'મારે અહીંયાથી પરણવું છે, પરણાવવાની જવાબદારી તમારી છે.' આ બધાની વચ્ચે પાટીલનું નિવેદન ઘણું બધુ કહી જાય છે. નોંધનિય છે કે પેટાચૂંટણીમાં રાધનપુરથી અલ્પેશ ઠાકોરની હાર થઇ હતી અનેે આ બેઠક પર હવે ઠાકોર સમાજ અલ્પેશ ઠાકોરનો જોરદાર વિરોધી કરી રહ્યો છે, તેમ છંતા અલ્પેશ ઠાકોર ચૂંટણી લડવા મેદાને ઉતર્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch