Fri,15 November 2024,4:51 am
Print
header

કેનેડાએ કરી ચીનના રાજદૂતની હકાલપટ્ટી, બંને દેશો વચ્ચે વધી શકે છે તણાવ- Gujarat Post

(file photo)

ટોરંટોઃ કેનેડા અને ચીનમાં તણાવ સર્જાયો છે. બેઇજિંગના ટીકાકાર કેનેડિયન સાંસદને ધમકી આપવાના આરોપમાં ચીનના રાજદ્વારીને હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યાં પછી આ તણાવ સર્જાયો છે, જે બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીની એમ્બેસીએ કેનેડા સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લઇ લીધી છે.

કેનેડાએ ગુપ્તચર અહેવાલ બાદ ચીનના રાજદ્વારી ઝાઓ વેઈને દેશમાંથી હાંકી કાઢ્યા છે. ચીનના રાજદ્વારી પર રાજકીય હસ્તક્ષેપ અને કેનેડાના સાંસદને નિશાન બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. જો કે એક દિવસ પહેલા સુધી ચીને કોઈપણ પ્રકારની દખલગીરીનો ઈન્કાર કર્યો હતો, પરંતુ હવે સમાચાર આવી રહ્યાં છે કે તેઓ જવાબી કાર્યવાહી કરવાના મૂડમાં છે. બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ બગડી શકે છે.

કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની સરકારે ટોરોન્ટો સ્થિત ચીની રાજદ્વારી ઝાઓ વેઈને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે અમે અમારી આંતરિક બાબતોમાં કોઈપણ પ્રકારનો વિદેશી હસ્તક્ષેપ સહન કરીશું નહીં. કેનેડામાં રાજદ્વારીઓને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ આ પ્રકારનું વર્તન કરશે તો તેમને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવશે.

ચીની દૂતાવાસે કહ્યું કે કેનેડામાં બેઇજિંગના રાજદ્વારી અને કોન્સ્યુલર કર્મચારીઓએ સંબંધિત આંતરરાષ્ટ્રીય સંમેલનો અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અનુસાર તેમની ફરજો નીભાવી છે, જો કે હવે બંને દેશો વચ્ચે તનાવ વધી રહ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch