Tue,17 September 2024,1:42 am
Print
header

કેનેડા ગયાને 2 વર્ષ થયા બાદ દીકરો પરત ન આવ્યો પરંતુ તેનો મૃતદેહ આવશે, વધુ એક ભારતીય યુવકનું મોત

ઓટાવાઃ કેનેડામાં વારંવાર બનતી ઘટનાઓમાં ભારતીય યુવાનોના મોત ચિંતાનો વિષય બની રહ્યો છે. આવામાં વધુ એક ભારતીય યુવકનું કેનેડામાં રોડ અકસ્માતમાં મોત થઈ ગયું છે. કેનેડામાં કાર અકસ્માતમાં 20 વર્ષીય સમાના નિવાસી કંવરપાલ સિંહનું મોત થયું છે. દીકરાના મોતના સમાચાર મળતા પરિવાર પર આભફાટ્યું પડ્યું હતું.

બે દિવસ બાદ શોકગ્રસ્ત પરિવારના સભ્યોએ મૃતદેહને ઘરે પરત લાવવા માટે સરકારની મદદ માંગી છે. કંવરપાલ 20 ઓગસ્ટના રોજ અકસ્માતનો ભોગ બન્યો હતો. તેને કેનેડા ગયાને 2 વર્ષ થયા હતા. બાદકેનેડામાં ભણવાનું પૂર્ણ થયા બાદ કંવરપાલે વર્ક પરમિટ પણ મેળવી લીધી હતી. તે વાહન મિકેનિક હતો.

તે 20 ઓગસ્ટે પોતાના કામ પર જઈ રહ્યો હતો તે સમયે ટ્રક સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કર્યા બાદ તબીયતમાં સુધારો આવ્યો હતો.

પરંતુ અચાનક તબિયત બગડતા 25 ઓગસ્ટના રોજ તેનું મોત થયું હતું.  પરિવારે પંજાબ સરકારને પોતાના દીકરાના પાર્થિવ દેહને ભારત લાવવા મદદ માંગી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch