Mon,24 June 2024,1:36 am
Print
header

ખાલિસ્તાની વિવાદ વચ્ચે કેનેડા ભારત સાથે મળીને કામ કરશે, જસ્ટિન ટ્રુડોએ PM મોદીને મળ્યાં બાદ કહી આ વાત

ઓટાવાઃ છેલ્લા કેટલાક મહિનાઓથી કેનેડા- ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. ખાલિસ્તાનીઓના વિવાદ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ G-7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ હોવા છતાં તેઓએ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભારત સાથે મળીને કામ કરવાની તૈયારી બતાવી છે.

તેમને કહ્યું કે હું આ સંવેદનશીલ મુદ્દાની વિગતોમાં જવા માંગતો નથી કે જેના પર આપણે કામ કરવાની જરૂર છે, પરંતુ તે ભવિષ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો બનવા જઈ રહ્યો છે, ટ્રુડોએ અંતિમ દિવસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું ઇટાલીમાં ત્રણ દિવસીય G-7 સમિટમાં અનેક મુદ્દાઓનો સામનો કરવા સાથે મળીને કામ કરવાનું નક્કિ કરાયું છે. આ પહેલા શુક્રવારે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર ટ્રુડો સાથે પોતાની તસવીર શેર કરી હતી, જેમાં બંને નેતાઓ હાથ મિલાવતા જોવા મળ્યાં હતા. મોદીએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, G-7 સમિટમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને મળ્યાં.

તણાવ વધ્યાં બાદ બંને નેતાઓની પ્રથમ મુલાકાત

G-7 સમિટ ઈટાલીના અપુલિયામાં યોજાઈ હતી. અહીં પીએમ મોદી અને જસ્ટિન ટ્રુડો વચ્ચેની મુલાકાત ચર્ચાનો વિષય બની હતી, કારણ કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓને લઈને રાજદ્વારી તણાવ વધ્યાં બાદ બંને નેતાઓ વચ્ચેની આ પહેલી મુલાકાત હતી. બંને દેશોના નેતાઓ છેલ્લે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મળ્યાં હતા. આ બેઠક દિલ્હીમાં G-20 સમિટ દરમિયાન યોજાઇ હતી.

કેનેડાના વડાપ્રધાન કાર્યાલયે શું કહ્યું ?

પીએમ મોદી અને જસ્ટિન ટ્રુડો વચ્ચેની મુલાકાત બાદ કેનેડાના વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર ટૂંકમાં ચર્ચા કરશે. ટ્રુડોએ પીએમ મોદીને ફરીથી વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા કહ્યું કે બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. અમે આ સમયે કોઈ વધુ નિવેદન આપીશું નહીં. પરંતુ બંને દેશો વચ્ચે સંબંધો સુધરી રહ્યાં છે, નોંધનિય છે કે હાલમાં કેનેડામાં ખાલિસ્તાનીઓ એક્ટિવ થઇ ગયા છે અને ભારત વિરોધી પ્રદર્શનો કરી રહ્યાં છે. ટુડ્રો પણ ખાલિસ્તાનીઓના કાર્યક્રમમાં જાય છે અને તેમને પ્રોત્સાહિત કરે છે, જેનો ભારતે વિરોધ કર્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch