Thu,14 November 2024,10:55 pm
Print
header

Big Expose- અમદાવાદ CGST નોર્થના અધિકારીઓનો આતંક, રૂ.55,00,000 નો તોડ કરીને વેપારીને આપી હતી ધમકી !

સ્ટોરી- મહેશ R પટેલ, એડિટર

નરેન્દ્ર ડોન, દિલીપ સોનકુશરે નામના અધિકારીઓનો આતંક !

અનેક વેપારીઓને કર્યાં છે હેરાન

કરોડો રૂપિયાની લાંચની રકમ જઇ રહી છે ગુજરાતની બહાર

અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે, સેન્ટ્રલ જીએસટી નોર્થના કેટલાક અધિકારીઓ દ્વારા પહેલા તો સ્થળ તપાસ કરાય છે અને પછી ટેક્સ ચોરીના મસમોટા આંકડાઓ બતાવીને વેપારીઓને ધમકાવવામાં આવે છે, તેમને પાસેથી ખંડણી અને હપ્તા લેવામાં આવે છે, આવો જ થોડા સમય પહેલાનો કિસ્સો સામે આવ્યો છે.19 નવેમ્બર 2022ની આગલી રાત્રે સીજીએસટી નોર્થની ટીમે રિંગરોડ ચાંગોદર નજીક વેપારીની સ્ક્રેપની 4 ટ્રકો પકડી હતી, આ બાતમી પહેલાથી જ અધિકારીઓના બાતમીદારે આપી દીધી હતી. તેને આધારે આ તોડબાજ ટોળકી અહીં પહોંચી ગઇ હતી.

આ ચાર ટ્રકોમાં બિલ ન હોવાથી ગાડીઓ જપ્ત કરીને લાખો રૂપિયાનો દંડ અને ગોડાઉન, ઓફિસ પર રેડની દરખાસ્ત કરવાની ધમકી આપીને લાંચ માંગવામાં આવી હતી, વેપારીને તાત્કાલિક ત્યાં બોલાવીને જોરદાર દમ મારવામાં આવ્યો હતો, ડરી ગયેલો વેપારી અંતે લાંચ આપવા તૈયાર થયો હતો, જો ટેક્સ ભર્યા વગર માલની હેરાફેરી થતી હોય તો કાયદાકીય રીતે અધિકારીઓએ દંડ સાથે ટેક્સ ભરાવવો જોઇએ તેની જગ્યાએ આ લોકોએ તોડ કરીને રૂપિયા પોતાના ખિસ્સામાં નાખ્યાં અને સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન કરાવ્યું.

નરેન્દ્ર ડોન અને દિલીપ સોનકુશરેએ કર્યો તોડ !!

સુપ્રિટેન્ડેન્ટ અને ઇન્સ્પેક્ટર લેવલના અધિકારીઓ કોની કૃપાથી કરે છે તોડ ?

આશ્રમ રોડ પર આવેલી અમદાવાદ નોર્થ સીજીએસટી ઓફિસના અધિકારી નરેન્દ્ર ડોન અને દિલીપ સોનકુશરેએ આ તોડ કર્યાનું સામે આવ્યું છે, આ બંને અધિકારીઓ સાથે તેમના કોઇ સિનિયર અધિકારી પણ તોડકાંડમાં સામેલ છે કે નહીં તે હજુ સુધી સામે આવ્યું નથી, તેની તપાસ જરૂરી છે, કારણ કે કોઇના આર્શીવાદ સિવાય આટલો મોટો તોડ કરવો શક્ય નથી. આ અધિકારીઓએ અન્ય જગ્યાએ પણ તોડ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

પ્રતિકાત્મક ફોટો

રૂ.55,00,000 નો તોડ કરીને વેપારીને આપી હતી ધમકી !

તારીખ-19-11-2022 ના દિવસે બપોરે 1થી 2 વાગ્યાની વચ્ચે મીઠાખડી નજીક આવેલા વી.કે.આંગડિયામાં લાંચની રકમ મંગાવીને લેવામાં આવી હતી, અહીં 15 લાખ રૂપિયા લીધા બાદ થોડી વારમાં 5 લાખ રૂપિયા આ જ આંગડિયા મારફતે લેવાયા હતા, ત્યાર બાદ વેપારીને દમ મારતા તેને અન્ય લોકો પાસેથી બીજા 35 લાખ રૂપિયા રોકડા ભેગા કરીનેે મંગાવ્યાં હતા અને આ રૂપિયા આ અધિકારીઓએ નજીકમાં આવેલા હેવમોર રેસ્ટોરન્ટ પાસે ગાડીમાં રોકડા બેગમાં લીધા હતા. આમ કુલ 55 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો.

હોન્ડા સીટી કારમાં બેસાડીને વેપારીને ફેરવ્યો અને આપી ધમકી !

GJ01- WB6015 નંબરની હોન્ડા સીટી સફેદ રંગની કારમાં બેસાડીને આ વેપારીને થોડી વાર આમ તેમ રોડ પર ફેરવીને ધમકાવ્યો હતો. જો તુ રૂપિયા નહીં આપે તો તારી ઓફિસ અને ગોડાઉન પર રેડ કરીને કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો પર્દાફાશ કરીને તને કેસમાં ફસાવી દેવામાં આવશે, તેને બરબાદ કરી નાખવામાં આવશે. ત્યાર બાદ વેપારીએ ડરીને આ ખંડણીની રકમ ચૂકવી હતી, વેપારીને ધમકી આપવામાં આવી હતી કે તુ આ વાત કોઇને કહીશ તો તને બરબાદ કરી નાખવામાં આવશે, અમારા ઉચ્ચ અધિકારીઓ સુધી આ રકમ જવાની હોવાથી તુ અમારું કંઇ બગાડી શકશે નહીં.

રૂ.55,00,000 ની રકમના કેટલા હિસ્સા પડ્યાં તે તપાસ જરૂરી

લાખો રૂપિયાનો તોડકાંડ કોઇ સિનિયર અધિકારીને વિશ્વાસમાં લઇને જ કરાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે, જેથી આ તપાસ પણ જરૂરી છે.વેપારીના વોટ્સએપ પર જે અધિકારીના વારંવાર ફોન આવતા હતા તેના સ્ક્રીન શોટ્સ પણ લઇ લીધા હતા. સાથે જ આ  લાંચકાંડની ઘટના મીઠાખડી આસપાસના સીસીટીવીમાં પણ રેકોર્ડ થઇ હોય શકે છે, તેને આધારે સીજીએસટીના ઉચ્ચ અધિકારીઓ આવા તોડબાજ તેમના જ અધિકારીઓ પર કાર્યવાહી કરીને ઉદાહરણ બેસાડી શકે છે.

સીજીએસટી નોર્થની ગેંગે કાપડના વેપારી સાથે પણ કર્યો છે તોડ

આ ગેંગે અંદાજે 50 દિવસ પહેલા એક કાપડના વેપારી પાસેથી તોડ કર્યાનું ચર્ચાઇ રહ્યું છે, આ વેપારીનો ગુજરાત પોસ્ટ ન્યૂઝે સંપર્ક કર્યો હતો, પરંતુ તે ડરી રહ્યાં છે કે આ ગેંગ મને હેરાન કરશે, હું ધંધાદારી વ્યક્તિ છું તો હવે હું આ લોકોની સામે કંઇ રીતે પડીશ, તેથી તેઓ હવે કંઇ બોલવા તૈયાર નથી.

જૈન દેરાસર નજીક વેપાર કરતા વેપારીને પણ ખંંખેર્યો

સીજીએસટી નોર્થની એક ગેંગે મીરઝાપુર કોર્ટ નજીક જૈન દેરાસર નજીક આવેલી એક દુકાન ચલાવતા વેપારી પાસે પણ તોડ કર્યાંનું ચર્ચાઇ રહ્યું છે, આ ગેંગ ઘણા કિસ્સાઓમાં સાંજના સમયે 4 વાગ્યા પછી વેપારીના ગોડાઉન કે ઓફિસે પહોંચે છે, અંદાજે રાત્રે 3 વાગ્યા સુધી વેપારીને દમ મારે છે પછી ટેક્સના ડોક્યુમેન્ટ તૈયાર કરીને વેપારી પાસે ખંડણી માંગે છે,બાદમાં વેપારી રૂપિયા આપવા તૈયાર થતા આ ડોક્યુમેન્ટ ફાડી નાખવામામાં આવે છે અથવા તો તોડકાંડને લઇને કોઇ આક્ષેપ ન થાય તે માટે ઘણા કિસ્સાઓમાં થોડો ટેક્સ પણ ભરાવવામાં આવે છે.

જો વેપારી CBI માં જાય તો મળી શકે છે ન્યાય

જે વેપારીના 55 લાખ રૂપિયા ગયા છે તે વેપારી અને અધિકારીના વ્હોટ્સએપ કોલિંગને આધારે વેપારીને ન્યાય મળી શકે છે સાથે જ વેપારી સીસીટીવીને આધારે આ કેસની ઉંડી તપાસની માંગ કરી શકે છે, તેને ડરવાની કોઇ જરૂર નથી. આવા કિસ્સામાં સીજીએસટીના કમિશનર પણ વેપારીને સપોર્ટ કરીને તોડબાજ અધિકારીઓ સામે પગભા ભરી શકે છે, પરંતુ તે માટે વેપારીએ એક વખત ફરિયાદ અને પુરાવા આપીને આગળ વધવું પડશે, જેથી અન્ય વેપારીઓ સાથે પણ આવું ન થાય.

(પાર્ટ-2 થોડા દિવસોમાં પ્રસિદ્ધ કરવામાં આવશે)

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch