Sun,17 November 2024,5:16 am
Print
header

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી સ્થિતિ ખરાબ, ચારધામ યાત્રાને લઈને આવ્યાં મોટા સમાચાર

ઉત્તરાખંડઃ ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. જેને લઈને ચારધામ યાત્રાને રોકવામાં આવી છે. ભારે વરસાદને કારણે કુલ 65 જેટલા રસ્તા અત્યાર સુધીમાં બંધ કરી દેવામાં આવ્યાં છે. જેને કારણે હજારો યાત્રીઓ ફસાઈ ગયા છે. જેમા સૌથી વધારે કેદારનાથમાં કુલ 2700 જેટલા નાગરીકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ગૃહમંત્રી અમિત શાહે ફોન પર જાણકારી મેળવી છે, મુખ્યમંત્રીએ પણ પર્યટકોનું ખાસ ધ્યાન રાખવા માટેના આદેશ જાહેર કર્યા છે. સાથે જે લોકો વરસાદમાં ફસાયા છે, તેમને જરૂર પડે તો હેલિકોપ્ટર દ્વારા મદદ આપવા આદેશ આપ્યા છે.

ભારે વરસાદને કારણે વાતાવરણ બગડી જતા ચારધામ યાત્રાને પૂરી રીતે રોકી દેવામાં આવી છે. વરસાદને કારણે સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે, જેમા બદ્રીનાથમાં 2 હજાર યાત્રાળુંઓ ફસાઈ ગયા છે, કેદારનાથમાં 2700 યાત્રાળુઓ ફસાયા છે અને ગંગોત્રીમાં 300 જેટલા યાત્રાળુંઓ ફસાઈ ગયા છે. યાત્રાળુઓને જ્યાં સુધી સ્થિતી ન સુધરે ત્યાં સુધી યાત્રાધામમાં જ રોકવામાં આવ્યા છે. અને તંત્ર દ્વારા યાત્રાળુઓને દરેક સુવિધાઓ આપવામાં આવી રહી છે. ગઈકાલથી ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે. યાત્રાળુઓને હાલ યાત્રા રોકવા માટે સરકારે અપીલ કરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch