Fri,01 November 2024,9:08 am
Print
header

ચેન્નાઈઃ રેલ્વે સ્ટેશન પરથી રૂ. 4 કરોડની રોકડ જપ્ત, BJP કાર્યકર સહિત 3 લોકોની અટકાયત

ચેન્નાઈઃ તમિલનાડુની રાજધાની ચેન્નાઈના તાંબરમ રેલવે સ્ટેશન પર અધિકારીઓએ મોટી માત્રામાં રોકડ જપ્ત કરી છે. 4 કરોડ રૂપિયા છ બેગમાં લઈ જનારા ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં ભાજપના સભ્ય અને ખાનગી હોટલના મેનેજર સતિષ, તેના ભાઈ નવીન અને ડ્રાઈવર પેરુમલની અટકાયત કરવામાં આવી છે.

સતિષે કથિત રીતે થિરુનેલવેલીથી ભાજપના લોકસભા ઉમેદવાર નયનાર નાગેન્દ્રન માટે કામ કરવાની કબૂલાત કરી છે. હાલ વધુ તપાસ ચાલુ છે. અહીં ચૂંટણી પંચ અને પોલીસની તમામ ગતિવિધીઓ પર નજર છે.

તમિલનાડુમાં આ બેઠકો પર 19 એપ્રિલે મતદાન થશે

તમિલનાડુમાં પ્રથમ તબક્કામાં (19 એપ્રિલ) 39 બેઠકો માટે તિરુવલ્લુર, ચેન્નાઈ ઉત્તર, ચેન્નાઈ દક્ષિણ, ચેન્નાઈ સેન્ટ્રલ, શ્રીપેરુમ્બુદુર, કાંચીપુરમ, અરક્કોનમ, વેલ્લોર, કૃષ્ણાગીરી, ધર્મપુરી, તિરુવન્નામલાઈ, અરણી, વિલુપુરમ, કલ્લાકુરિચી, સલેમ, નમક્કલ, ઈરોડ, તિરુપુર, નીલગિરિસ, કોઈમ્બતુર, પોલ્લાચી, ડીંડીગુલ, કરુર, તિરુચિરાપલ્લી, પેરામ્બલુર, કુડ્ડલોર, ચિદમ્બરમ, મયલાદુથુર, નાગપટ્ટિનમ, તંજાવુર, શિવગંગાઈ, મદુરાઈ, થેની, વિરુધુનગર, રામનાથપુરમ, થૂથુકુડી, તેનકાસી, તિરુનેલવેલી અને કન્યાકુમારી બેઠકો પર મતદાન થશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch