Mon,18 November 2024,6:17 am
Print
header

છોટા ઉદેપુર જિલ્લાની આ સ્કૂલમાં એક સાથે 12 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત

છોટા ઉદેપુર: ઉતર બુનિયાદી આદિવાસી આશ્રમ શાળા ચિચોડમાં અભ્યાસ કરતા 12 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ બનતા ખળભળાટ મચી ગયો છે. સ્ટાફ તેમજ વિધાર્થીઓ સહિત 180 જેટલા લોકોના રેપિડ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જેમાંથી 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.  વિધાર્થીઓમાં 7 છોકરા અને 5 છોકરીઓનો સમાવેશ થાય છે. આજથી ચાલુ થતી વિધાર્થીઓની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. કોરોના સંક્રમણ વધારે ન ફેલાય તેને ધ્યાનમાં રાખીને આશ્રમ શાળા સાત દિવસ માટે બંધ રાખવામાં આવી છે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1276 કેસ નોંધાયા હતા. વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી મૃત્યું થયા છે.  આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.42 ટકા પર પહોંચ્યો છે. હાલ 5684 એક્ટિવ કેસ છે, જેમાંથી 63 લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકો સ્ટેબલ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch