Mon,18 November 2024,2:14 am
Print
header

રાત્રી કર્ફ્યૂવાળા 29 શહેરોમાં આવશ્યક સેવાઓ સિવાય તમામ વ્યવસાય બંધ, મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત

ગાંધીનગર: રાજ્યમાં સતત વધતા કોરોનાના કેસોને લઈને રાજ્ય સરકારે આજે સવારે રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂના અમલની જાહેરાત કરી હતી. બીજી તરફ આવતી કાલથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે વેક્સિનેશનની પ્રક્રિયાનું રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. એવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સોશિયલ મીડિયા મારફતે ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું.

તેમણે આગામી આઠ દિવસમાં કેટલાક કડક પ્રતિબંધો તથા રાત્રિ કર્ફ્યૂ દ્વારા કોરોના પર વિજય મેળવવા લોકોને સાથે મળીને લડાઈમાં જોડાવા કહ્યું હતું. ગુજરાતમાં 29 શહેરોમાં કેટલાક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. નાઈટ કર્ફ્યૂની સાથે સાથે દિવસમાં પણ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ તથા લોકો ભેગા ન થાય તે માટે કેટલાય સ્થળો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે સીએમ રૂપાણીએ તે મુદ્દે ઉલ્લેખ કરતાં કહ્યું કે 29 શહેરોમાં નાઈટ કર્ફ્યૂની સાથે દિવસ માટે પણ માર્કેટ, મોલ, દુકાન, જીમ-પૂલ, બાગ-બગીચા, બધુ બંધ કર્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, એક મહિનામાં પાંચ લાખથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શન ગુજરાતની જનતાને ઉપલબ્ધ કરાવ્યા છે. થોડીક અગવડતાઓ પણ સ્વાભાવિક આપણને દેખાઈ રહી છે. ક્યાંક બેડ મેળવવામાં, ક્યાંક ઓક્સિજનમાં તકલીફ દેખાય છે. મૃત્યુનું પ્રમાણ વધ્યું છે પણ ગભરાવાની જરૂર નથી. આ યુદ્ધ છે તેમાં જે કરવું પડે એની બધા અધિકારીઓને છુટ આપી છે. પહેલી એપ્રિલથી ગઈકાલ સુધી બે લાખથી વધુ લોકો સંક્રમિત થયાં છે. 92 હજાર લોકો સાજા થઈને ઘરે ગયા છે અને રીકવરીનો આંકડો વધી રહ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch