Mon,18 November 2024,10:14 am
Print
header

CM વિજય રૂપાણીની તબિયત લથડી, સભામાં બોલતાં બોલતાં જ નીચે પડી ગયા

વડોદરા: મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી છે. વડોદરામાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા સમયે મુખ્યમંત્રી અચાનક ઢળી પડ્યા હતા. વડોદરાની ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતા તેઓ પડી ગયા હતા.જેથી તરત જ તેમના સિક્યોરિટી જવાનોએ તેમને પકડી લીધા હતા.

વડોદરાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવી રહ્યાં છે. અહીંથી તેમને સીધા જ યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. જ્યાં તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરીને તેમની સારવાર કરાશે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં પ્રચાર કરી રહ્યાં હતા દરમિયાન તેમની તબિયત લથડી હતી, જો કે હાલમાં તેમની તબિયત સ્થિર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch