Sun,17 November 2024,7:51 pm
Print
header

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને ઓછો ખતરો, અભ્યાસમાં સામે આવી વિગતો

નવી દિલ્હીઃ કોરોના વાયરસની ત્રીજી લહેરમાં બાળકોને પુખ્ત વયના લોકો કરતા ઓછું જોખમ હોવાની સંભાવના છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ દ્વારા તાજેતરના સર્વેમાં આ દાવો કરવામાં આવ્યો છે. દેશના કોરોનાના ખતરનાક પ્રકારને ધ્યાનમાં રાખીને ત્રીજી લહેરની સંભાવના છે જો કે WHO અને એઈમ્સ દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસથી થોડી રાહત દેખાઇ રહી છે.

નવા સીરો સર્વે અનુસાર સાર્સ કોવી-2 ‘સીરો પોઝિટિવિટી’ દર પુખ્ત વયના વ્યક્તિ કરતાં બાળકોમાં વધારે છે તેથી સંભવિત નથી કે કોરોનાનું વર્તમાન સ્વરૂપ ભવિષ્યમાં બે વર્ષ અને તેથી વધુના બાળકોને અસર કરશે.‘સીરો પોઝિટિવિટી’ એ લોહીમાં ચોક્કસ પ્રકારના એન્ટિબોડીની હાજરી છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો અને કિશોરોને સૌથી વધુ અસર થવાની સંભાવના અંગેની ચિંતા વચ્ચે અભ્યાસના પરિણામો આવ્યાં છે. અધ્યયનના વચગાળાના પરિણામો પૂર્વ પ્રકાશન સર્વર મેડરેક્સિવમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે. આ પરિણામો 4,509 સહભાગીઓના વિશ્લેષણ પર આધારિત છે. જેમાં 2 થી 17 વર્ષની વય જૂથના 700 બાળકો અને 18 અને તેથી વધુ વય જૂથના 3,809 વ્યક્તિઓ સામેલ છે. આ લોકો પાંચ રાજ્યોના હતા.

ડેટા સંગ્રહનો સમયગાળો 15 માર્ચથી 15 જૂન સુધીનો હતો.આ પાંચ સ્થળોથી લેવામાં આવ્યા હતા, દિલ્હી અર્બન રિહેબિલિટેશન કોલોની, દિલ્હી રૂરલ (દિલ્હી-એનસીઆર હેઠળ ફરિદાબાદ જિલ્લાના ગામો), ભુવનેશ્વર ગ્રામીણ વિસ્તાર, ગોરખપુર ગ્રામીણ વિસ્તાર અને અગરતલા ગ્રામીણ વિસ્તારનો સમાવેશ થાય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch