Sat,16 November 2024,6:05 pm
Print
header

રાજ્યમાં ઠંડીનું જોર વધશે, આગામી 48 કલાક કોલ્ડવેવની આગાહી- Gujarat post

ગાંધીનગરઃ રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર વધશે. હજુ આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરાઇ છે. અમદાવાદ, અમરેલી, કચ્છ અને બનાસકાઠામાં ઠંડીનું જોર વધશે. 16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. ગુજરાતમાં 2થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો પારો ગગડશે. બીજી તરફ માવઠાને કારણે ખેડૂતો ચિંતિત છે, રવી પાકને વરસાદને કારણે નુકસાનની પણ ભીતિ છે.

રાજ્યમાં કાલથી હાડ થીજવતી ઠંડી પડશે: અંબાલાલ પટેલ

રાજ્યમાં હવામાનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 8 ડિગ્રી જેટલુ લઘુતમ તાપમાન નોંધાશે. રાજ્યના અન્ય ભાગોમાં 12 ડિગ્રીથી નીચે તાપમાન જશે. 16 થી 19 જાન્યુઆરીમાં ફરી હવામાનમાં પલટો આવશે. 24 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. ત્યાર બાદ ફરી 25 થી 29 જાન્યુઆરી દરમિયાન હવામાનમાં પલટો આવશે.

આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 9.2 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં તાપમાનનો પારો 8 ડિગ્રી નોધાયો હતો. વડોદરામાં 11.3 ડિગ્રી, રાજકોટમાં 12.7 ડિગ્રી અને ભાવનગરમાં 13 ડિગ્રી નોધાયો હતો. આગામી 48 કલાક રાજ્યમાં કોલ્ડવેવની શક્યતા છે. અમદાવાદ, અમરેલી, કચ્છ અને બનાસકાઠામાં ઠંડી રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch