Fri,15 November 2024,11:04 pm
Print
header

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો, ઘરેલુ રાંધણગેસના બાટલાનો ભાવ સ્થિર– Gujarat Post

ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 6 જુલાઈ બાદ કોઈ બદલાવ નથી થયો

ઓગસ્ટમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 36 રૂપિયા ઘટ્યો હતો

નવી દિલ્હીઃ દેશમાં મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને થોડી રાહત મળી છે. 1 સપ્ટેમ્બરથી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા 100 સુધી ઘટાડો થયો છે. જો કે આ ભાવ માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ ઘટ્યા છે, 14.1 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયા, કોલકાતામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા, ચેન્નઈમાં 96 રૂપિયા ઘટાડો થયો છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં થયેલા ઘટાડો દેશના તમામ રાજ્યોમાં લાગુ થઈ ગયો છે. દિલ્હીમાં 19 કિલો એલપીજી સિલિન્ડરનો ભાવ 1976.50 રૂપિયાથી ઘટીને 1885 રૂપિયા થયો છે. કોલકાતામાં કિંમત ઘટીને 1995.50 રૂપિયા થઈ છે. મુંબઈમાં સિલિન્ડરની કિંમત ઘટીને 1844 રૂપિયા થઈ છે.

ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 6 જુલાઈ બાદ કોઈ બદલાવ નથી થયો. ગેસ કંપનીઓ મહિનાની 1 તારીખે સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. આ પહેલા ઓગસ્ટમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 36 રૂપિયા ઘટાડો થયો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch