Sat,21 September 2024,8:07 am
Print
header

નૂહમાં તણાવ બાદ ગુરુગ્રામમાં ધાર્મિક સ્થળ પર હુમલો અને આગચંપી, એકનું મોત- Gujarat Post

દિલ્હીઃ નૂહમાં તણાવને પગલે કેટલાક લોકોએ ગુરુગ્રામના સેક્ટર 57માં નિર્માણાધીન બિલ્ડિંગને આગ ચાંપી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઈમારતના ભોંયરામાં એક ધાર્મિક સ્થળ હતું. બે ફાયર ફાઇટરોએ આગને કાબુમાં લીધી છે. આગમાં એક બાઇક પણ બળી ગયું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મોડી રાત્રે બદમાશોએ સેક્ટર 57 સ્થિત ધાર્મિક સ્થળ પર હુમલો કર્યો હતો. હુમલામાં એકનું મોત થયું છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુરુગ્રામમાં જ્યાં લઘુમતી સમૂદાયના લોકો રહે છે તે વિસ્તારોમાં પોલીસ દળો તૈનાત કરાયા છે.

નૂહ જિલ્લામાં સાંપ્રદાયિક તણાવને ધ્યાનમાં રાખીને, ગુરુગ્રામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ડીસી નિશાંત કુમાર યાદવે જિલ્લામાં શાંતિ જાળવવા માટે કલમ 144 લાગુ કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશમાં જિલ્લામાં કોઈ પણ માર્ગ બ્લોક કરવા અને જાહેર સ્થળે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ છે. કોઈ પણ પ્રકારના લાયસન્સવાળા હથિયારો, અગ્નિશામક હથિયારો, તલવાર, લાઠી, ભાલા, કુહાડી, જેલી, છરી વગેરે પર પ્રતિબંધ મુકાયો છે. જો કોઇ આદેશનો અનાદર કરશે તો ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

હરિયાણામાં વિશ્વ હિંદુ પરિષદ, માતૃશક્તિ દુર્ગા વાહિની અને બજરંગ દળ દ્વારા કાઢવામાં આવેલી બ્રજમંડલ 84 કોસ શોભા યાત્રામાં તોફાનોમાં બે હોમગાર્ડ જવાનો શહીદ થયા હતા અને પોલીસકર્મીઓ, 24 લોકો ઘાયલ થયા છે, અહીં પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. યાત્રામાં સામેલ લોકોની સાથે પોલીસ કર્મીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch