Tue,17 September 2024,2:25 am
Print
header

પીડિતો માટે કોંગ્રેસની ન્યાય યાત્રા, મોરબીથી શરૂ થયેલી પદયાત્રા 300 કિ.મીની યાત્રા કરીને 22મીએ ગાંધીનગર પહોંચશે

મોરબીઃ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ન્યાય યાત્રા કાઢી રહી છે. છેલ્લા બે વર્ષમાં બનેલા અનેક મોટા અકસ્માતોના ભોગ બનેલા લોકોના પરિવારોને  ન્યાય આપવા માટે આ ન્યાય યાત્રા કાઢવામાં આવી છે. જેમાં મોરબી બ્રિજ ધરાશાયી, રાજકોટ TRP ગેમ ઝોનમાં આગ, વડોદરામાં હરણી તળાવની દુર્ઘટના જેવી ઘટનાઓ સામે કોંગ્રેસ અને જનતા રોષે ભરાઇ છે. ગુ જરાત પ્રદેશ કોંગ્રેસે ક્રાંતિ દિવસ એટલે કે આજે 9 ઓગસ્ટ 2024થી યાત્રા શરૂ કરી છે.

આ યાત્રાનું નેતૃત્વ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, અમીબેન યાજ્ઞિક, પાલ આંબલીયા સહિતના નેતાઓ કરી રહ્યાં છે. આજે પ્રથમ દિવસે 27 કિ.મીની યાત્રા યોજાઇ હતી. લોકસભામાં વિપક્ષ નેતા  રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આ મુલાકાતમાં જોડાઈ શકે છે. આ ન્યાય પદયાત્રા 9મી ઓગસ્ટે મોરબીથી શરૂ થઇ છે અને 22મી ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં સમાપ્ત થશે.

આ યાત્રામાં લોકો પોતાની રજૂઆત કરશે. કોંગ્રેસ દ્વારા ભાજપનો પાપનો ઘડો એવો એક ઘડો સાથે રાખવામાં આવ્યો છે. જેમાં લોકો દ્વારા નાખવામાં આવેલા પ્રશ્નોનો ઘડો ભરાઈ જતાં તેને ફોડીને કોંગ્રેસે ભાજપનો પાપાનો ઘડો ભરાઈ ગયો છે તેવો સંકેત આપશે. શક્તિસિંહ ગોહિલે આ યાત્રાને કોંગ્રેસ નેતાઓ, કાર્યકર્તાઓનું તપ ગણાવી છે અને કહ્યુ કે 15 દિવસની કોંગ્રેસની ન્યાયયાત્રા ગુજરાતના લોકોનો અવાજ બનશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch