Mon,18 November 2024,2:48 pm
Print
header

આખરે કેમ બંધ થઇ ગઇ કોંગ્રેસની YouTube ચેનલ ? gujarat post news

નવી દિલ્હીઃ કોંગ્રેસે પોતાની યુટ્યૂબ ચેનલ બંધ થઇ ગઇ હોવાની વાત સ્વીકારી છે. મોંઘવારી અને અન્ય મુદ્દે આક્રમક બની રહેલી કોંગ્રેસની યુટ્યૂબ ચેનલ બંધ થઇ ગઇ છે, આ મામલે તેમને ગુગલ અને યૂટ્યૂબ કંપનીનો સંપર્ક કરીને ચેનલ શરૂ કરવા માંગ કરી છે.

ચેનલ બંધ થવાથી કોંગ્રેસ ચિંતિત 

કર્યો છે કંપનીનો સંપર્ક, અમારી ચેલન કરો શરૂ

કોંગ્રેસે કહ્યું છે કે અમારી યુટ્યૂબ ચેનલ 'ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ'ને ડિલીટ કરી દેવામાં આવી છે. અમે આ મામલે કંપનીનો સંપર્ક કરીને તપાસ કરી રહ્યાં છીએ કે આખરે કેમ અમારી ચેલન બંધ કરી દેવામાં આવી છે. ચર્ચાઓ છે કે કોંગ્રેસની આ ચેનલ કોઇએ ઇરાદાપૂર્વક ડિલિટ કરી નાખી છે, જો કે ઘણી વખત ટેક્નીકલ ખામીને કારણે પણ ચેનલ બંધ થઇ જતી હોય છે, અગાઉ રાહુલ ગાંધીનું ટ્વીટક એકાઉન્ટ પણ બંધ કરી દેવાયું હતુ.

નોંધનિય છે કે કોંગ્રેસ ભારત જોડો યાત્રા શરૂ કરવા જઈ રહી છે. આગામી 7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી આ યાત્રા શરૂ કરશે અને 12 રાજ્યોમાં જઇને આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પૂરી થશે. રાહુલ ગાંધીના નૈતૃત્વમાં આ યાત્રા 12 રાજ્યોમાં જશે અને ભાજપનો પર્દાફાશ કરાશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch