Mon,18 November 2024,2:09 am
Print
header

ગુજરાતના ગામડાઓમાં આરોગ્ય કેન્દ્ર બંધ કરવાથી મૃતકોની સંખ્યા વધીઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. બીજી લહેરમાં માત્ર શહેરો જ નહીં ગામડાઓ પણ ઝપેટમાં આવ્યાં છે. ગામડાઓમાં મૃત્યુદર ખૂબ વધ્યો છે. આ અંગે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરીને રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને લખ્યું, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્ર બંધ કરવાને કારણે આજે અહીંયા કોરોનાના કારણે વધારે મૃત્યુ થઈ રહ્યાં છે. કોરના સંક્રમિત ગ્રામીણ લોકોને શહેરો સુધી સારવાર માટે આવવામાં પરેશાની થાય છે. કોરોનાની દસ્તક ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી વાયરલ થઈ રહી છે.

રાજ્યમાં સોમવારે અત્યાર સુધીના સૌથી વધુ 14,340 કેસ નોંધાયા હતા. જ્યારે 158 લોકોના મોત થયા હતા. આ સાથે રાજ્યમાં કોરોના કેસનો આંક 5 લાખને વટાવી ગયો છે. માત્ર એપ્રિલ મહિનાના 26 દિવસમાં જ રાજ્યમાં બે લાખથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 1,21,461 એક્ટિવ કેસ છે, જ્યારે 412 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યનો રિકવરી રેટ 74.93 ટકા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch