Fri,01 November 2024,5:05 pm
Print
header

કોંગ્રેસ છોડનારા ચેતન રાવલ આપમાં જોડાઇ ગયા- Gujarat Post

(file photo)

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટવાનું ચાલુ જ છે.ગુજરાત કોંગ્રેસના વધુ સિનિયર નેતા આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયા છે.ચેતન રાવલે કોંગ્રેસનો પંજો છોડી આપનું ઝાડું પકડ્યું છે. ઇન્દનીલ રાજ્યગુરુએ તેમને ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર આપ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસથી છેડો ફાડનારા ચેતન રાવલ સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાના પુત્રી નીતા મહેતા, સામાજિક આગેવાન ડો. સુનીલ જાદવ, હળવદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મનસુખ પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ તમામ લોકોનું પૂર્વ ધારાસભ્ય અને આપ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ખેસ પહેરાવીને આપમાં સ્વાગત કર્યું છે. આમ આદમી પાર્ટીમાં સામેલ થયા બાદ ચેતન રાવલે કહ્યું, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ અને આરોગયલક્ષી પ્રશ્નોને વાચા આપવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. પ્રજા વચ્ચે જઈને તેમના પ્રશ્નોને વાચા આપવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. ગુજરાતની પ્રજા અરવિંદ કેજરીવાલને ખોબે ખોબે આશીર્વાદ આપશે.હું નથી માનતો કે આપ ભાજપની B ટીમ હોય, જો ભાજપની B ટીમ હોય તો આપના નેતાઓ પર રેડ ન પડી હોય.

ચેતન રાવલ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી સ્વ.પ્રબોધ રાવલના પુત્ર છે. તેઓ અમદાવાદની અસારવા અને ખાડિયા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે.કોંગ્રેસમાં તેઓ મહામંત્રી, પ્રવકતા, અમદાવાદ શહેર પ્રમુખ અને ઈન્ચાર્જ પ્રમુખના હોદ્દાઓ પર કામ કરી ચુક્યાં છે.

કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યાં બાદ ચેતન રાવલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતુ કે, મને કોઈ વ્યક્તિથી અંગત વાંધો નથી, હાલની સંગઠનની અવગણના થઈ રહી છે. કોંગ્રેસમાં પક્ષ જે દિશામાં જઈ રહ્યો છે તે મારી વિચારધારાની વિરુદ્ધ છે. જગદીશ ઠાકોર,ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા તમામ મારા માટે સન્માનનિય છે. સંગઠનનું મહત્વ ઘટે અને ચૂંટાયેલ પાંખનું મહત્વ વધે ત્યારે પક્ષની સ્થિતિ બગડતી હોય છે. હવે તેઓ આમ આદમી માટે કામ કરશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch